AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચાલુ વર્ષે કેળાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ખેડૂતોને ઘી કેળા

જો આવા ભાવ (Price )મળતા રહે તો કેળાની ખેતી કરતાં ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળશે તેમજ અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ વળે એવી ખેડૂતો ને આશા દેખાઈ રહી છે. 

Surat : ચાલુ વર્ષે કેળાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ખેડૂતોને ઘી કેળા
Banana crops prices high this year (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 11:56 AM
Share

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat ) કેળાંના ભાવ આ વર્ષે ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા છે. જેના કારણે  કેળાંની (Banana ) ખેતી કરનાર ખેડૂતોમાં (Farmers ) આનંદની લાગણી જોવા મળી રહી છે. ચાલુ વર્ષ દરમ્યાન મે મહિનાથી જ ધીમે ધીમે કેળાંના ભાવ વધવાની શરૂઆત થઈ હતી. અને હાલમાં જોવા જઈએ તો કેળાંનો એક કિલોનો ભાવ 20 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. સુરત જિલ્લામાં અનેક સહકારી કેળાં મંડળીઓ આવેલી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી મંડળી મારફતે કેળાંનો વેપાર કરતા આવ્યા છે. જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બારડોલી ચોર્યાસી, પલસાણા, કામરેજ અને મહુવા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારાકેળાંની ખેતી  કરવામાં આવે છે.

મહત્વની વાત તો એ છે કે અહીંના કેળાંની નિકાસ વિદેશોમાં પણ થાય છે. જોકે કેળાંની ખેતીમાં ભાવમાં પણ ઉતારચઢાવ હોવાથી ઘણા લાંબા સમયથી ખેડૂતો ખેતી કરતાં અટક્યાં હતા. પરંતુ ચાલુ વર્ષ દરમ્યાન કેળાંની ખેતીમાં ગત મે મહિનાથી જ ભાવ ઊંચા જવાની શરૂઆત થઈ હતી. અને જૂન મહિના દરમ્યાન કેળાના ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચ્યા છે. હાલ એક કિલો કેળાંના ભાવ 19.50 રૂપિયા પર પહોંચી ગયા છે.આ વર્ષ દરમ્યાન કેરીનો પાક ઓછો અને મોડો આવતા મે મહિનામાં કેળાંના ભાવ ઊંચા રહ્યા હતા.

હાલમાં સુરત જિલ્લામાં એક હજાર હેકટર જમીનમાં રોપણ સામે માંડ 300 હેકટર સુધી કેળા ની ખેતી થઇ છે, જેના કારણે કેળાંનું ઉત્પાદન ઘટ્યું છે.  અને જો આવા ભાવ મળતા રહે તો કેળાની ખેતી કરતાં ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળશે તેમજ અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ વળે એવી ખેડૂતો ને આશા દેખાઈ રહી છે.  ગયા વર્ષે કેળાના પાકનું વાવેતર ઓછું થયું હોવાથી તેના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. જેને કારણે આ વખતે કેળાંનો ભાવ વધારે મળી રહ્યો છે. ખેડૂતોને કેળાંના સારા ભાવ મળી  રહેતા તેમનામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે બે વર્ષ પહેલા લોકડાઉન વખતે ખેડૂતોને ફક્ત 3 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. ત્યારે ખેડૂતોને મોટી ખોટ સહન કરવાની નોબત આવી હતી.

Input Credit Jignesh Mehta (Bardoli )

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">