Surat : દેશ વ્યાપી ઓઇલ ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધારની ક્રાઇમ બ્રાન્ચે કોલકત્તાથી ધરપકડ કરી, 400 કરોડની ઓઇલ ચોરીનો આક્ષેપ

દેશના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત ૪૦૦ કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કોલકત્તાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકત્તા, વર્ધમાનનગર વિગેરે ગુનાઓમાં પકડાયો છે.અને અંદાજીત 400 કરોડની ઓઈલ ચોરીમાં તે પકડાયો છે.

Surat : દેશ વ્યાપી ઓઇલ ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધારની ક્રાઇમ બ્રાન્ચે કોલકત્તાથી ધરપકડ કરી, 400 કરોડની ઓઇલ ચોરીનો આક્ષેપ
Surat Crime Branch Arrest Oil Theft Main Accused
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 10:51 PM

દેશના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400  કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કોલકત્તાથી ઝડપી પાડવામાં આવ્યો હતો .સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી અગાઉ રાજસ્થાનમાં અલવાર, ચીતોગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકત્તા, વર્ધમાનનગર વિગેરે ગુનાઓમાં પકડાયો છે.અને અંદાજીત 400 કરોડની ઓઈલ ચોરીમાં તે પકડાયો છે.

સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજ્સીટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 2006, 2007 થી ઓઈલ ચોરીના ગુનામાં સામેલ થયેલ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં માણસો દ્વારા ઓઈલ ચોરી કરાવવામાં માહેર છે. અને તેની ગેંગના સભ્યો 2006-07 તથા 2021-22 સુધી તેની ગેંગમાં સામેલ છે. સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજ્સીટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

ચોરી કરેલા ઓઈલ રોડ બનાવવામાં ઈટોના ભઠ્ઠામાં બોઈલરમાં તથા ઘણી ફેકટરીમાં વપરાય છે.

જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસ વચગાળાના જામીન લઇ છ માસથી ફરાર થઇ ગયો હતો. અને સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો જીનેશ ગુજ્જર ઉર્ફે ફૌજી વિગેરેની મદદથી યુઝડ ઓઈલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સીન્ડીકેટ બની જતા પાઈપ લાઈનમાં ચોરી કરવાનું શરુ કર્યું હતું અને ચોરી કરેલા ઓઈલ રોડ બનાવવામાં ઈટોના ભઠ્ઠામાં બોઈલરમાં તથા ઘણી ફેકટરીમાં વપરાય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઇ જાય છે

પોલીસે તેની મોડેસ ઓપરેન્ડી વિષે જણાવ્યું હતું કે તે ઓઈલ કંપનીની પાઈપ લાઈન જતી હોય ત્યાં 1.2 કી.મી.ના અંતરે બંધ ફેક્ટરી અથવા શેડ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઈપ લાઈનમાં પંચર કરી 1.2 કિમી લંબાવી ભાડે લીધેલા ફેક્ટરી અથવા શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઇ જાય છે. કન્ટેનરમાં ઓઈલ ભરવાની ઓઈલ કે પોલીસ શક ન કરે તે માટે એક રાત્રીના 3 થી 4 કન્ટેનર જેની એકની અંદાજીત કિંમત 40 થી 50 લાખ થાય તે અલગ અલગ પોલીસ મથકમાં કબજે કરવામાં આવ્યા છે.

સંદીપ ગુપ્તા અને બીજા રાજસ્થાન, યુપી, ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઈલ માફિયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાઈ છે આ ઉપરાંત હાલમાં રાજ્સ્થાન, માઉન્ટ આબુ ખાતે તથા કલકત્તા વર્ધમાન નગર આસપાસ ઓઈલ ચોરી કરવાના પ્લાનમાં હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">