Surat : અમરોલી વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે 50 પેજની ચાર્જશીટ ફાઈલ કરી
સુરતના અમરોલી વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે 50 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ઘટનાના 9 દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં અંદાજીત 100 લોકોના નિવેદનો લેઈને પોલીસે આરોપી સામે સકંજો કસ્યો છે અને આરોપીને કોર્ટમાં દાખલારૂપ સજા મળે તે માટે કાર્યવાહી કરી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે 50 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ઘટનાના 9 દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં અંદાજીત 100 લોકોના નિવેદનો લેઈને પોલીસે આરોપી સામે સકંજો કસ્યો છે અને આરોપીને કોર્ટમાં દાખલારૂપ સજા મળે તે માટે કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં વેપારીની ત્રિપલ મર્ડર ઘટનામાં હત્યા કરનાર કારીગરોને આ પૂર્વે 26 ડિસેમ્બરના રોજ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હત્યા કરનાર બે કારીગરો પૈકી સગીર વયના કારીગરને જુએનાઇલ કોર્ટમાં અને અન્ય કારીગરને સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બંને આરોપીને અલગ અલગ કોર્ટમાં રજૂ કરાયા
સુરતના અમરોલી વિસ્તારમાં વેપારીની હત્યાની ચકચારીત ઘટનામાં બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. જે પછી તેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.એમ્રોઇડરી ખાતાના ત્રણેય વેપારીઓની હત્યા કરનાર બંને કારીગરોને પોલીસે જુદી જુદી કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને હત્યારા કારીગરોમાંથી આશિષ રાઉતને સુરત ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યારે અન્ય સગીર વયના કારીગરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ અંગે સરકારી વકીલ રાજેશ મોઢએ રિમાન્ડની માગ સાથે જણાવ્યું હતું કે, આરોપી બંને કારીગરોએ હત્યા કરીને હત્યામાં વપરાયેલી છરી અને લાકડી ક્યાંક ફેંકી દીધી છે તે તપાસ માટે આરોપી સાથે રહેવો ખૂબ જરૂરી છે. પકડાયેલા આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તેની પણ પુછપરછ કરવી પડે તેમ છે. પકડાયેલા બંને આરોપી મૂળ ઓરિસ્સાના છે અને છેલ્લા બે વર્ષથી તેઓ ગુજરાતમાં રહે છે, ત્યારે ભૂતકાળમાં આ પ્રકારનો ગુનો કર્યો છે કે નહીં તે તપાસ માટે પકડાયેલા આરોપીનો પૂર્વ ઇતિહાસ તપાસવા માટે આરોપીના રિમાન્ડ જરુરી છે.
(With Input, Baldev Suthar ,Surat)
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
