AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઓરિસ્સામાં મર્ડર સહિતના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

સુરત(Surat)ક્રાઇમ બ્રાંચે(Crime Branch) ઓરીસ્સા ગંજામ કોડલા ખાતે જાહેરમાં ફાયરીંગ કરી ખુન(Murder)અને પેટ્રોલપંપ પર તોડફોડ કરી ચોરી કરવાના ગંભીર ગુનાઓમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે

Surat : ઓરિસ્સામાં મર્ડર સહિતના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
Surat Crime Branch Arrest Wanted Accused
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 28, 2022 | 5:46 PM
Share

સુરત(Surat)ક્રાઇમ બ્રાંચે (Crime Branch) ઓરીસ્સા ગંજામ કોડલા ખાતે જાહેરમાં ફાયરીંગ કરી ખુન(Murder)અને પેટ્રોલપંપ પર તોડફોડ કરી ચોરી કરવાના ગંભીર ગુનાઓમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં સુરત પોલીસે પ્રથમ તો આ આરોપી ને ઝડપી પાડી તપાસ કરતા વર્ષ-2018 માં દિવાળીના તહેવાર વખતે છચીના ગામ તા.કોડલા જી.ગંજામ ઓરીસ્સાના સરપંચ ઉપેન્દ્ર પરીડા તથા તેના ભાઇ રાજેન્દ્ર પરીડા સાથે ચૂંટણીલક્ષી ઝગડો કરેલ જે ઝગડાની અદાવત રાખીત દિવાળીના તહેવાર બાદ સાત દિવસ પછી રાજેન્દ્ર પરીડાને મઠસરસીંગ ખાતે જાહેરમાં ફાયરીંગ કરી મોત નિપજાવેલ હતું.તેમજ વર્ષ-2017 માં ઓરીસ્સાના ગંજામ કોડલા ખાતે ચૂંટણીના પરીણામ વખતે કોડલા બેગુનીયા ખાતે ફાયરીંગ કરી મોત નીપજાવવાની કોશીષ કરેલ અને અગાઉ પણ કોડલા ટાઉન ખાતે પેટ્રોલપંપ પર તોડફોડ કરી મારામારી કરેલ અને પેટ્રોલપંપમાંથી ચોરી કરેલ છે.જેથી થોડા સમય માટે પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

સતત એક પછી એક ગેંગને પણ જેલ હવાલે કરી દીધી છે

આમ, ઓરીસ્સા ગંજામ જીલ્લા કોડલા પો.સ્ટેશન વિસ્તારમાં ફાયરીંગ કરી ખુન કરવાના તથા ફાયરીંગ સાથે ખુનની કોશીષના તથા પેટ્રોલપંપ પર તોડફોડ કરી મારામારી તથા ચોરીના કરવાના ગંભીર ગુનાઓમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી ઓરીસ્સા ગંજામ કોડલા પો.સ્ટે. નાઓને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરી છે અને સતત એક પછી એક ગેંગને પણ જેલ હવાલે કરી દીધી છે. સુરત મા અને આજુબાજુના શહેરોની અંદર ગંભીર ગુના અને અંજામ આપી ભાગતા ફરતા આરોપીને પકડી પાડવા માટે એક સ્પેશિયલ સ્કવોડ બનાવી અને ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

જેમાં સૌ પ્રથમ તો એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું કે સુરત શહેરની અંદર છેલ્લા દસ વર્ષથી કયા ગુનાના આરોપીઓ હજી પકડાયા નથી તેના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી હતી અને ધીરે ધીરે એક પછી એક વર્ષ અગાઉ ગુનાને અંજામ આપી ભાગી ગયેલા આરોપીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે.

ત્યાં સુચના આધારે બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેકટર પોતાની ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓની ટીમના સુરત ક્રાઇમ માણસોને મળેલ હકિકતના આધારે અમરોલી શ્રીરામ ચોકડી પાસેથી આરોપી કાર્તિક ઉર્ફે માંગા S/o ભગવાન દંડાસી પાંડી ઉ.વ.૨૮ ધંધો-છુટક મજુરી જે રહે.અશ્વનીકુમાર રેલવે પટરી પાસે આવેલ ઝુપડપટ્ટીના ઝુપડામાં, કતારગામ, સુરત અને મુળવતન છચીના ગામ ડિગાપાંડા પંચાયત તા.કોડલા જી.ગંજામ ઓરીસ્સા વાળાને પકડી પાડવામાં આવેલ.

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">