Surat : ચૂંટણી પહેલા પાટીદાર પાવર દેખાયો, પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું
સુરતમાં(Surat)પાટીદાર અનામન આંદોલન ને સાત વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટીદાર(Patidar) તિરંગા પદયાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી

સુરતમાં(Surat)પાટીદાર અનામન આંદોલન ને સાત વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટીદાર(Patidar) તિરંગા પદયાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી આ રેલીની અંદર સૌ પ્રથમ વખત એવા દ્રશ્યો સામે આવ્યા કે એક જ રેલી ની અંદર ભાજપ, કોંગ્રેસઅને આપના કાર્યકર્તા સહિત શહેરના મહાનુભાવો જોડાયા હતા. રેલી ની અંદર રાજકીય પાર્ટીના આગેવાનો જોડાયા હતા.
28 ઓગસ્ટ ના રોજ ક્રાંતિ માટે પાટીદાર તિરંગા પદ યાત્રા યોજાઈ હતી
ગુજરાતમાં અનામત માટે થયેલા પાટીદાર આંદોલન ને 7 વર્ષ પૂર્ણ થતાં સુરત માં તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.જેમાં હજારો ની સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી.સુરતના કિરણ ચોક ખાતેથી રેલી પ્રસ્થાન થઈ હતી.આ તિરંગા યાત્રા ની અગાઉ 25 ઓગસ્ટ ના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે જાહેર કર્યો હતો તો પાટીદાર અનામત આંદોલન સમયે શહિદ થયેલા લોકો ના માન માં 26 ઓગસ્ટ ને શહિદ તરીકે જાહેર કર્યો હતો અને શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને 28 ઓગસ્ટ ના રોજ ક્રાંતિ માટે પાટીદાર તિરંગા પદ યાત્રા યોજાઈ હતી જેમાં ભાજપ ,કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષ ના કાર્યકર્તાઓ ધારાસભ્યો અને કોર્પોરેટર સહિત ના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર પદ યાત્રામા જોડાયા હતા.આ યાત્રા માં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.આ યાત્રા કિરણ ચોકથી વરાછા ખાતે આવેલ સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ હતી.
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો પણ આ રેલીમાં જોડાયા હતા.
મહત્વની વસ્તુ એ પણ ધ્યાને આવ્યું કે ભાજપના પૂર્વ મંત્રી કુમાર ભાઈ કાનાણી અને બે ભાજપના ધારાસભ્યો વીડી ઝાલાવાડીયા અને પ્રવીણ ઘોઘારી પણ આ રેલીમાં જોવા મળ્યા હતા ત્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ જોવા મળ્યા હતા અને પૂર્વ કોર્પોરેટરો પણ જોવા મળ્યા હતા અને જે હમણાં ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બનેલ એવા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો પણ આ રેલીમાં જોડાયા હતા.
રેલી દ્વારા પાટીદાર સમાજની એકતા બતાવવા માટેની શરૂઆત
આમ તો આ રેલી તિરંગા યાત્રાના નામે કાઢવામાં આવી પણ મહત્વની વસ્તુ એ છે કે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વિટ કરી અને જાણકારી આપી હતી કે આવનારી વિધાનસભા ઇલેક્શનની અંદર અનામત સમિતિ હેઠળ પાટીદારના 23 થી વધુ લોકો છે તે ઉમેદવારી નોંધાવશે અને આ બાબતે પાટીદાર નેતા એવા નરેશભાઈ અને બીજા આગેવાનો સાથે મીટીંગ પણ કરવામાં આવી છે અને સૂચનો પણ કરવામાં આવ્યા હતા એટલે કદાચ આ રેલીની અંદર દિનેશ બાંભણિયા પર જોડાયા હતા. આ રેલી દ્વારા પાટીદાર સમાજની એકતા બતાવવા માટેની શરૂઆત સુરતથી થઈ હોય તેવું લાગી રહ્યું છે.