Surat : કોરોનાની અસરથી યુપી, બિહાર અને ઓરિસ્સાના કારીગરોની વતન તરફ દોટ

ઇન્ટુક સંસ્થાના મહામંત્રીના જણાવ્યા પ્રમાણે ગત અઠવાડિયા સુધી તો કારીગરો સુરત આવી રહ્યા હતા પણ લગ્નસરાનું કામ ઘટી જતાં પ્રિન્ટીંગ એક્મોમાં 2 દિવસની રજા આપવા માંડી છે.

Surat : કોરોનાની અસરથી યુપી, બિહાર અને ઓરિસ્સાના કારીગરોની વતન તરફ દોટ
Workers going to hometown (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:35 PM

કોરોનાના (Corona) વધી રહેલા કેસના કારણે કાપડ ઉત્પાદનને (Production ) અસર નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે . આ સાથે જ લગ્નસરા (Marriage Season ) માટે પણ ગાઈડલાઈન નક્કી કરી દેવાતાં સિઝનને થયેલી અસરથી ડાઇંગ – પ્રિન્ટિંગ મિલો સહિત વીવિંગ એકમોમાં પણ કામ ઘટ્યું છે . જેની અસર રૂપે યુપી , બિહાર અને ઓરિસ્સાના કારીગરોએ વતન જવાની શરૂઆત કરી દીધી છે.

કોરોનાની નવી લહેરમાં વધતાં કેસ અને ગાઈડલાઈનના કારણે બહારગામના વેપારીઓએ સુરત આવવાની સાથે જ ફોનથી ઓર્ડર આપવાનું પણ ઓછું કરી દીધું છે. સ્થાનિક ઉદ્યોગ અને કામદાર આગેવાનોના મતાનુસાર , કોવિડની સ્થિતિના કારણે હાલ 25 થી 30 ટકા કાપડ પ્રોડક્શનને અસર થઈ છે. જેના કારણે 10 તારીખ પછી કારીગરોને પગારની ચુકવણી બાદ પલાયન શરૂ થયું છે. સામાન્ય રીતે , દર વર્ષે માર્ચમાં હોળી બાદ કારીગરો વતન જતા હોય છે પણ આ વખતે કોરોનાના કારણે માર્કેટમાં કામ ઘટવાની સાથે ચૂંટણીના કારણે વતન કામ મળે તેવી આશાએ યુપી બિહારના કારીગરોએ પલાયન શરૂ કર્યું હોવાનો મત છે.

પ્રિન્ટિંગનું કામ ઘટતાં કારીગરોનું પલાયન શરૂ ઇન્ટુક સંસ્થાના મહામંત્રીના જણાવ્યા પ્રમાણે ગત અઠવાડિયા સુધી તો કારીગરો સુરત આવી રહ્યા હતા પણ લગ્નસરાનું કામ ઘટી જતાં પ્રિન્ટીંગ એક્મોમાં 2 દિવસની રજા આપવા માંડી છે. ઉત્તરપ્રદેશમાં તો ચૂંટણી પણ છે તેના કારણે કારીગરોને ત્યાં કામ મળે તે આશયથી પલાયન શરુ કરી દીધું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઓરિસ્સાના કારીગરો પણ વતન જવા માંડ્યા  સ્થાનિક વીવર્સના જણાવ્યા પ્રમાણે 10 મી પછી પગાર થતાંની સાથે જ કારીગરોએ વતન જવાની શરુઆત કરી દીધી છે . ફેબ્રુઆરીમાં કારીગરોની મોટી ઘટ પડે તેવી ચર્ચા છે . યુપી – બિહારની સાથો – સાથ ઓરિસ્સાના કારીગરોએ પણ વતન જવાની શરુઆત કરી દીધી છે.

આમ કોરોનાનું સંક્ર્મણ વધવાની સાથે મિલો અને વીવિંગ યુનિટોમાં કામ ઓછું થઇ જતા કારીગરોનું પલાયન શરૂ થઇ ગયું છે. પાંડેસરા અને સચિનના ઔદ્યોગિક એકમોમાંથી યુપી, બિહાર અને ઓરિસ્સાના કારીગરોએ વતનની વાટ પકડી છે. અઠવાડિયાથી ટેક્સ્ટાઇલ માર્કેટના ટ્રેડર્સ પણ સાંજે 6 વાગ્યે દુકાનો બંધ કરી રહ્યા છે. જેની સીધી અસર ડાઇંગ મિલો, વીવિંગ એકમો પર પડી છે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીને આજે બીજો મોટો ઝટકો: સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ‘આપ’ છોડી

આ પણ વાંચો : Surat : અયોધ્યા રામ મંદિરની થીમ લઈને સુરતના વેપારીઓએ તૈયાર કરી આ ખાસ સાડીઓ

g clip-path="url(#clip0_868_265)">