Surat : “ડ્રગ્સ સંઘવી” કહેવા મુદ્દે ગોપાલ ઈટાલીયા પર બદનક્ષીની ફરિયાદ, ડ્ર્ગ્સ પર શરૂ થઈ રાજનીતિ

જયારે સત્તાપક્ષમાં બેસેલી સરકારો સામે સવાલ ઉભા થાય ત્યારે વિપક્ષ દ્વારા તેમને ઘેરવાનો એકપણ મોકો છોડવામાં આવતો નથી.

Surat : ડ્રગ્સ સંઘવી કહેવા મુદ્દે ગોપાલ ઈટાલીયા પર બદનક્ષીની ફરિયાદ, ડ્ર્ગ્સ પર શરૂ થઈ રાજનીતિ
Complaint of defamation against Gopal Italia on the issue of being called "Drugs Sanghvi",
Follow Us:
| Updated on: Sep 03, 2022 | 1:00 PM

વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ગરમાટો આવી રહ્યો છે. એક પછી એક મોટી પાર્ટીના નેતાઓ(Politician ) ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે, તો આ દરમ્યાન એકબીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી રહ્યા છે. શાબ્દિક પ્રહારોથી નેતાઓ એક બીજા પર નિશાન સાધી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા જયારે ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો જે સિલસિલો ચાલ્યો હતો તેના કારણે ગુજરાતમાં ચાલી રહેલા નશાના કારોબાર સામે સવાલો ઉભા થયા હતા. અધૂરામાં પૂરું લઠ્ઠાકાંડ બાદ સરકાર પણ સવાલોના ઘેરામાં આવી હતી.

જયારે સત્તાપક્ષમાં બેસેલી સરકારો સામે સવાલ ઉભા થાય ત્યારે વિપક્ષ દ્વારા તેમને ઘેરવાનો એકપણ મોકો છોડવામાં આવતો નથી. હાલ વિધાનસભા ચૂંટણીમાં જયારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે બરાબરની ટક્કર થવાની છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા આ મામલે સીધા જ રાજ્યના ગૃહમંત્રી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જગ્યાએ ડ્રગ્સ સંઘવી કહીને સંબોધન કરવામાં આવતું હતું. અને આવું એક નહીં પણ અનેક જાહેર સભા અને પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલીયા દ્વારા ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી કહીને સંબોધન કરવામાં આવ્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જોકે હવે આ મામલે ગોપાલ ઇટાલિયાની મુસીબતમાં વધારો થયો છે, કારણ કે તેના વિરુદ્ધ હવે ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે આ મામલે ગોપાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારા પર ફરિયાદ થઇ છે એ જ બતાવે છે કે બીજેપી અમારાથી ડરી ગઈ છે. મારા પર ફરિયાદ કરવાથી ગુજરાતમાં નશાનો કારોબાર બંધ નથી થવાનો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">