Surat:ઓપરેશન ક્લીન પ્રોગ્રામ હેઠળ શહેર પોલીસે કામગીરી કરી તેજ
સુરત(Surat) શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર વેચાણના બે કેસમાં ફરાર આરોપીની મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ધરપકડ કરી હતી. ગત જાન્યુઆરીમાં દાનિશ સિદ્દીકી પાસેથી પોલીસને પિસ્તોલ મળી આવી હતી.
સુરત(Surat)શહેર ક્રાઈમ ફ્રી બને તે માટે શહેર પોલીસે(Police)ઓપરેશન ક્લીન(Operation Clean)હાથ ધર્યું છે. જેમાં ગુનેગારોને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચના ડીસીબી, પીસીબી અને એસઓજીની સાથે વિવિધ પોલીસ સ્ટેશનની પોલીસ પણ જોડાઈ છે. હત્યા, અપહરણ, લૂંટ, ચોરી સહિતના વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. છેલ્લા દસ દિવસમાં ત્રણ ડઝનથી વધુ વોન્ટેડ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પેરોલ પર જેલમાંથી છૂટેલા અનેક ગુનેગારોનો સમાવેશ થાય છે.જ્યારે લિંબાયત વિસ્તારમાં યુવકને લાકડીઓ વડે માર મારવાના કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીનેએસઓજી પોલીસે પકડી પાડ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર લિંબાયત વૃંદાવન સોસાયટીમાં રહેતા ઓમ પ્રકાશ યાદવ (30)એ તેના ભાઈ અજય, સૂરજ અને તેના મિત્રો રાજુ, સંજય, સૂરજ, ચંદન, શિવમ વવિનોદ સાથે મળીને આ વિસ્તારમાં રહેતા સુશીલ ઉર્ફે ગડુ યાદવની હત્યા કરી હતી.સાંજે બધા લોકો આ વિસ્તારમાં ઉભા હતા.
આ દરમિયાન સુશીલ અપશબ્દો બોલતો હતો. તેણે સુશીલને રોકવાનો પ્રયત્ન કર્યો. આ અંગે વિવાદ થયો હતો. જે બાદ બધા આરોપીઓએ લાઠી દંડા વડે તેના પર ગંભીર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સુશીલનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ ઓમપ્રકાશ, ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો.
મોબાઈલ ચોરતા ત્રણની ધરપકડ
લિંબાયત પોલીસે ઓટો રિક્ષામાં બેસી મુસાફરોના મોબાઈલ ચોરતા 3 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચાર મોબાઈલ અને ઓટો રિક્ષા પણ મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓમાં 27 વર્ષીય ઓટો ડ્રાઇવર રિયાઝ શેખ, ફળ વેચનાર રોહિત બૈસાને અને 28 વર્ષીય એસી રિપેરિંગ કરતા મોહમ્મદ અહેમદનો સમાવેશ થાય છે.
હથિયારોના ગેરકાયદેસર વેચાણના કેસમાં ફરાર આરોપી મધ્યપ્રદેશથી પકડાયો
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર વેચાણના બે કેસમાં ફરાર આરોપીની મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ધરપકડ કરી હતી. ગત જાન્યુઆરીમાં દાનિશ સિદ્દીકી પાસેથી પોલીસને પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત યાસીન કુરેશી પાસેથી બે પિસ્તોલ પણ મળી આવી હતી. આ હથિયાર તેને જુનૈદ સૈયદે સપ્લાય કર્યું હતું. અલીરાજપુરના રહેવાસી જુનૈદની નક્કર બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી સુરત લાવી હતી.
દારૂની હેરાફેરીમાં વોન્ટેડ પકડાયો
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીમાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર 70 વર્ષીય ભુપેન્દ્ર પારેખને વરાછા પોલીસે દબોચી લીધો છે. વર્ષ 2017માં તેની સામે પ્રોહીબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પારડી પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી મામલે વરાછા પોલીસે કાલુ નામના આરોપીની પણ ધરપકડ કરી છે. જે વર્ષ 2018 થી ફરાર હતો.
આ પણ વાંચો : Gandhinagar : ટીંટોડા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ હાજરી આપી, 51 નવયુગલોને આશીર્વાદ આપ્યા
આ પણ વાંચો : Surat: સાડા સાત વર્ષના ટાબરીયાની કમાલ, અન્ડરવોટર ફાસ્ટેસ્ટ સરવાળા ગણવાનો રેકોર્ડ બનાવ્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો