સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 23 વર્ષથી ચહેરાનો દેખાવ બદલીને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

28 વર્ષીય પત્ની રાજકન્યા સાથે ઝઘડો કરી તેણીના ઉપર કેરોસીન છાંટી આંગ ચાપી સળગાવ્યા બાદ પોતાના 7 વર્ષના માસૂમ પુત્રને પણ ઉઠાવી તેને પણ રાજકન્યાના સળગતા શરીર ઉપર આંગમાં નાંખી દઈ બન્નેની હત્યા કરી નાખી હતી.

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 23 વર્ષથી ચહેરાનો દેખાવ બદલીને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 23 વર્ષથી ચહેરાનો દેખાવ બદલીને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 08, 2022 | 6:53 PM

સુરત શહેરના વર્ષ 1995માં અન્ય મહિલાના સબંધ સાથેની તકરારમાં પોતાની પત્ની અને નાના બાળકને આગમાં ઝોસી હત્યા કરનાર આરોપી છેલ્લા 23 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પઢીયારની ટીમે માહતીના આધારે ઝડપી પાડ્યો છે. સને-1995 માં ફોટોમાં દેખાતા આરોપી રમેશ ઉત્તમ તાયડે તેની પત્ની અને બે બાળકો સાથે સુરત શહેરમાં લીંબાયત વિનોબાનગર ખાતે રહી સંચા મશીનના કારખાનામાં મજુરી કામ કરતો હતો તે વખતે આરોપીને અન્ય બીજી સ્ત્રી સાથે આડો સંબંધ હોય તેણે પોતાની પત્ની અને બાળકો સાથે અવાર નવાર મારઝુડ તેમજ ઝઘડો તકરાર કરી માનસીક ત્રાસ આપવા લાગેલ હતો.

દરમિયાન ગત તા.૨૮/૧૦/૧૯૯૫ ના રોજ રાત્રીના દસ વાગ્યે આરોપીએ પોતાની 28 વર્ષીય પત્ની રાજકન્યા સાથે ઝઘડો કરી તેણીના ઉપર કેરોસીન છાંટી માચીસની સળીથી આંગ ચાપી સળગાવ્યા બાદ પોતાના 7 વર્ષના માસૂમ પુત્રને પણ ઉઠાવી તેને પણ રાજકન્યાના સળગતા શરીર ઉપર આંગમાં નાંખી દઈ બન્નેની હત્યા કરી નાસી જઈ હત્યાનો ગુનો આચરેલ હતો.

આ ખુબ જ ગંભીર પ્રકારનો હોય ત્યારે સુરત પોલિસે તેને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા નામદાર એડીશનલ સેશન્સ કોર્ટ સુરત દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલ હતી. જો કે ત્યારબાદ રમેશ ઉત્તમ તાયડે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા હેઠળ કેદમાં હતો. દરમિયાન રમેશ તાયડેને તા.૦૫/૧૧/૧૯૯૯ થી તા.૨૭/૧૧/૧૯૯૯ સુધી 21 દીનીની ફર્લો રજા ઉપર મુકત કરવામાં આવેલ હતો. ત્યાર બાદ તે નિયત તારીખે જેલ ઉપર હાજર નહિ થઈ ફરાર થઈ ગયેલ હતો જેથી તેના વિરુધ્ધમાં વડોદરા મધ્યસ્થ જેલના સત્તાધીશો દ્વારા વડોદરા રાવપુરા પો.સ્ટે. ફરિયાદ પણ નોંધાઈ હતી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

તે દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ વિવિધ આરોપીઓની તલાશમાં હતી તે દરમિયાન આધારભુત બાતમી હકીકત મળેલ કે, “રમેશ ઉત્તમ તાયડે પોતાનું નામ બદલી દિનેશ ઉત્તમ તાયડે રાખી મહારાષ્ટ્ર થાણે ઉલ્હાસનગરના ભરતનગર-૨ માં રહે છે. જેના આધારે આશરે એક વર્ષ સુધી તેના ઉપર વર્ક આઉટ કરી આરોપીના જુના ફોટા તેમજ શારીરીક નિશાનીઓ મેળવી જે આધારે ખરાઈ કરતા તે જ આરોપી હોવાની પાકી ખાત્રી થઈ હતી.

પોતાની પત્ની અને માસૂમ બાળકને આગમાં નાખી હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનીક પોલીસની મદદથી ૨૩ વર્ષ બાદ ફરી ઝડપી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી ગમે તેટલો શાતિર કેમ ન હોય પણ તેણે કરેલા પાપ અને કુકર્મોની સજા માટે ક્યાંકને ક્યાંક ભગવાન તેને પોલીસનો આખરે ભેટો કરાવી દે છે તેમાં કોઈ બે મત નથી.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર કમલમની મુલાકાત લેશે, ભાજપના નેતાઓ, ધારાસભ્યો સાથે કરશે બેઠક

આ પણ વાંચોઃ રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરી, વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી

g clip-path="url(#clip0_868_265)">