Surat: ડીંડોલીમાં ડિવાઇડર સાથે અથડાતા બાઇક સવારનું મોત, અન્ય ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
સુરત (Surat) શહેરના ડીંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ગોડાદરાથી ડીંડોલી તરફના બ્રિજ ઉતરવાના રસ્તા પર બાઇકનો અકસ્માત સર્જાયો હતો.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે બાઇક પર જઈ રહેલા બે યુવકો અકસ્માતનો ભોગ બન્યા હતા. તેજ રફતારથી આવી રહેલા બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તે ધડાકા ભેર ડિવાઇડર સાથે અથડાયો હતો. જેને લઇ બંને યુવક જમીન પર પટકાયા હતા. ઘટનામાં બાઇક સવારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ડીંડોલીમાં ગમખ્વાર અકસ્માત
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ગોડાદરાથી ડીંડોલી તરફના બ્રિજ ઉતરવાના રસ્તા પર બાઇકનો અકસ્માત સર્જાયો હતો. બાઇક પર બે લોકો વહેલી સવારે ડીંડોલી તરફ આવી રહ્યા હતા દરમિયાન બ્રિજ ઉતરતાની સાથે જ બાઇક ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા તે ડિવાઇડર સાથે ધડાકા ભેર અથડાયો હતો. જેને લઇ બંને જણા રસ્તા પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં બેમાંથી એક બાઇક સવારનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોતની ભજ્યું હતું.
ખાલી રસ્તા પર પૂરઝડપ
ગોડાદરા ડીંડોલી રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મળતી માહિતી મુજબ વહેલી સવારે બંને યુવકો મોપેડ પર ઘરે પરત જઈ રહ્યા હતા. વહેલી સવાર હોવાથી રસ્તો ખાલી સૂમસામ હતો. જેને કારણે તેઓ ખૂબ રફતારથી બાઇક ચલાવી રહ્યા હતા. દરમિયાન બાઇક ચલાવનારે સ્ટેરિંગ પરથી અચાનક કાબુ ગુમાવી દેતા બાઇક ડિવાઇડર સાથે અથડાઈ ગયું હતું.
કાપડના વેપારીનું ઘટના સ્થળે મોત
રોડ પર અકસ્માતની ઘટના બનતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તેની ઉંમર 30 થી 35 વર્ષ જેટલી છે. મરનાર બાઇક સવારનું નામ શશીકાંત રામજીભાઈ પાંડે છે. તેઓ માર્કેટમાં કાપડનો વેપાર કરતો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાજ ગ્રસ્ત થનાર યુવકનું નામ ઉમાકાંત ઉપાધ્યાય હોવાનું જાણવા મળ્યું છે. તેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
પરિવાર શોકમાં ગરકાવ
અકસ્માતમાં મોતને ભેટનાર શશીકાંત પાંડે ડીંડોલી વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીનો રહેવાસી છે. પત્ની અને પાંચ વર્ષના બાળક સાથે તે સુરતમાં છેલ્લા ઘણા સમયથી રહે છે. તેના માતા-પિતા વતનમાં રહે છે. સુરતમાં ઘણા સમયથી કાપડનો વેપાર કરી પત્ની અને બાળક સાથે તે એકલો રહેતો હતો. દરમિયાન આજે અકસ્માતમાં તેનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અચાનક યુવકનું અકસ્માતમાં મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પોલીસે તપાસ હાથ ધરી
બીજી તરફ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર યુવક સાથે મોપેડ પર અન્ય એક યુવક પણ સવાર હતો. જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે મોકલી તેનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.