Surat : કુદરતી હીરા બજારમાં રફ ડાયમંડની અછત અને શોર્ટ સપ્લાય જોતા મોટા ઉદ્યોગકારો સિન્થેટિક ડાયમંડ ઉત્પાદનના રસ્તે
સુરતમાં 300 થી પણ વધુ કંપનીઓ લેબગ્રોન ડાયમંડનું (Diamond )ઉત્પાદન કરી રહી છે. પરંતુ, હવે સુરતમાં મોટા ગજાના ઉદ્યોગકારો કે જેઓ અત્યાર સુધી લેબગ્રોન ડાયમંડમાં ન હતા તેમણે પણ ઝંપલાવ્યુ છે.
હીરા (Diamond ) ઉદ્યોગમાં કૃત્રિમ હીરાનાં (Synthetic ) વધતા જતા વ્યાપ વિસ્તારને જોતા હવે સુરતના મોટા ગજાનાં ગણાતા હીરા ઉદ્યોગકારોએ નેચરલ (Natural ) ડાયમંડનાં વેપારને સમાંતર કૃત્રિમ હીરા ઉત્પાદન અને તેના કટ એન્ડ પોલિશીંગમાં પણ ઝંપલાવ્યું હોવાની વિગતોએ હીરા બજારમાં હલચલ મચાવી છે. સુરતમાં જે ઉદ્યોગપતિઓએ કૃત્રિમ ડાયમંડમાં કામ શરૂ કર્યું છે તેમની બેલ્જિયમ, હોંગકોંગ અને અમેરિકામાં પણ કચેરીઓ છે.સુરતના હીરા ઉદ્યોગમાં જેને સીવીડી(કેમિકલ વેપર ડીપોઝીશન), કૃત્રિમ હિરા કે સિન્થેટિક ડાયમંડ કહેવાય છે તેવા કૃત્રિમ હીરાના ઉત્પાદન અને ડેવલપમેન્ટમાં ઝંપલાવ્યું છે. કૃત્રિમ હીરાનો કારોબાર ધમધોકાર ગતિએ ચાલી રહ્યો છે અને હાલમાં 90 ટકાથી વધુ વાર્ષિક ગ્રોથ સાથે કૃત્રિમ હીરાનું બજાર સમગ્ર વિશ્વમાં ઉંચકાઇ રહ્યું છે.
એક તરફ છેલ્લા 63 દિવસથી ચાલી રહેલા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે આંતર રાષ્ટ્રીય બજારમાં અલરોસા કંપની તરફથી મળતા રફ ડાયમંડનો બહિષ્કાર થયો છે. ત્યારથી સુરતના હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો પર્યાપ્ત જથ્થો નથી મળી રહ્યો. અલરોસા કંપની ભારતમાં આયાત કરાતા હીરાના કુલ 30 ટકા જેટલા જથ્થાનો સપ્લાય કરે છે.
સુરતમાં પણ અલરોસાના કાચા હીરા લેનારા ઉદ્યોગપતિઓ, વેપારીઓની સંખ્યા ઘણી મોટી છે. હવે કાચા હીરાની શોર્ટેજ લાંબુ ચાલે તેવી સ્થિતિ હોઇ, સુરતના ચારથી પાંચ મોટા ગજાના હીરા ઉદ્યોગપતિઓએ પોતાના યુનિટોમાં લેબગ્રોન એટલે કે સિન્થેટિક ડાયમંડનું ઉત્પાદન કરતા મશીનો ઇન્સ્ટોલ કર્યા હોવાની માહિતી મળી છે
સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડની માંગમાં વૃદ્ધિ થઇ છે
અમેરિકા, યૂરોપ સહિત વિદેશના બજારોમાં વ્યાજબી ભાવમાં મળતી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સંખ્યાબંધ જ્વેલરી ઉત્પાદકોઍ લેબગ્રોન ડાયમંડ સાથે આકર્ષક વેરાયટીની જ્વેલરીનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ક્ષેત્રે નવા સ્ટાર્ટ અપના મંડાણ શરૂ થયા છે. સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી આ ક્ષેત્રે ઉભરતું નવું માર્કેટ સેગમેન્ટ છે. એવો પણ સરવે થયો છે કે વર્ષના અંત સુધીમાં અમેરિકામાં લેબગ્રોન હીરાનું બજાર 10 બિલિયન અમેરિકી ડોલરને પાર કરી જશે.
સુરતમાં 300 જેટલા નાના ઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં
કુત્રિમ હીરા કે જે લેબોરેટરીમાં જ અસ્તિત્વમાં આવી રહ્યા છે તેના ઉત્પાદન માટે જરૂરી રો મટિરિયલ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ બને છે. આથી વિશ્વમાં વધતી જતી લેબગ્રોન ડાયમંડ અને તેની જ્વેલરીની ડિમાન્ડને પગલે હાલમાં સુરતમાં 300 થી પણ વધુ કંપનીઓ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરી રહી છે. પરંતુ, હવે સુરતમાં મોટા ગજાના ઉદ્યોગકારો કે જેઓ અત્યાર સુધી લેબગ્રોન ડાયમંડમાં ન હતા તેમણે પણ ઝંપલાવ્યુ હોઇ, હવે કુત્રિમ હીરાનો કારોબાર , બ્રેસલેટ્સ, મંગળસૂત્ર, રીંગ સહિત આકર્ષક જ્વેલરીનું ઉત્પાદન શરૂ કર્યું છે. પણ પૂરપાટ ગતિએ દોડતો જોવાશે. સુરતમાં અનેક જ્વેલરી કંપનીઓ પણ લેબગ્રોન ડાયમંડમાં વેલ્યૂ એડિશન કરી
લેબગ્રોન ડાયમંડ લેબોરેટરીમાંથી ઉત્પાદિત થાય છે અને કાચા હીરાની સરખામણીમાં તેની કિંમત 75 ટકા ડાઉન છે. લેબગ્રોન, સીવીડી કે સિન્થેટિક ડાયમંડ બધી રીતે રીયલ ડાયમંડ કરતા સસ્તા પડે છે અને તેની ચમક રીયલ ડાયમંડ જેવી જ હોય છે. જો સર્ટિફિકેટ ન હોય તો કોઇ સામાન્ય વ્યક્તિ નહીં પણ ખુદ હીરાના વેપારીઓ પણ રીયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેનો ભેદ પારખી શકે તેમ નથી. આથી સુરતના હીરા ઉદ્યોગકારોએ કૃત્રિમ ડાયમંડના ધંધામાં ઝંપલાવ્યું છે. હાલ ઉદ્યોગકારોએ સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી પણ આ હીરા ઉદ્યોગપતિઓને ત્યાં કામ કરતા રત્નકલાકારો અને સ્ટાફ દ્વારા જ કહેવાય રહ્યું છે કે તેમની ડાયમંડ કંપનીમાં લેબગ્રોન હીરાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
Tapi Riverfront : નેધરલેન્ડ અને સ્પેનની મુલાકાત માટે વર્લ્ડ બેંકનું આમંત્રણ, રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના અભ્યાસ માટે કમિશનર સહિતના અધિકારીઓ જશે વિદેશ પ્રવાસે
ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો