Surat: મીડિયાના સતત અહેવાલ બાદ મહાનગરપાલિકા જાગી, ત્રણ દિવસમાં રસ્તા રીપેર કરવાની ખાતરી આપી

પાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે નોન ડીએલપી રોડ પાલિકાના ખર્ચે કરવામાં આવશે. રીપીટ અને ડીએલપીરોડ જે છે તે કોન્ટ્રાક્ટરના જ ખર્ચે રીપેરીંગ કરાશે

Surat: મીડિયાના સતત અહેવાલ બાદ મહાનગરપાલિકા જાગી, ત્રણ દિવસમાં રસ્તા રીપેર કરવાની ખાતરી આપી
Municipal Corporation meeting
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 17, 2022 | 1:17 PM

સુરત (Surat) શહેરના રોડ (Road) રસ્તાનું ધોવાણ થતા સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ના અધિકારીઓ અને પદાધિકારીઓ આશ્વાસન આપવા સામે આવ્યા અને ત્રણ દિવસની ખાતરી આપી કે તેના તમામ રોડ રસ્તા રિપેર થઈ જશે. હવે જોવાનું રહ્યું કે કેટલા ગુણવત્તા ભર્યા રિપેર થશે અને કેટલો ટાઈમ આ રોડ ટકશે? સુરત શહેરની અંદર તમામ રોડ રસ્તા ધોવાણ થયું છે જેને લઈને મીડિયાની અંદર સતત અહેવાલ પ્રસારિત થતા આજે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું અને જેની અંદર સુરત શહેરના જે રસ્તા ધોવાણ થયા છે તે ત્રણ દિવસની અંદર સંપૂર્ણપણે રીપેર કરવા માટેની ખાતરી આપી છે, પણ શું હજુ ચોમાસું બાકી છે તો ચોમાસાની અંદર ફરી રોડ ધોવાય જાય તેની પાછળ જવાબદાર કોણ અને જે કોન્ટ્રાક્ટરો રોડ બનાવે છે તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે મોટો સવાલ છે.

સુરત શહેરમાં દર વર્ષની જેમ ચોમાસુ આવતાની સાથે જ શહેરના મોટાભાગના રોડ રસ્તાનું ધોવાણ થતું હોય છે. મોટા મોટા ખાડા પડી જતા હોય છે જેથી શહેરીજનોએ ચોમાસાના બે મહિના ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ક્યારેક તો અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આમ પહેલા ચોમાસાની અંદર જ જે ધોવાણ થયું છે તેને લઈને નાના-મોટા અકસ્માતના કિસ્સાઓ સતત સામે આવતા હોય છે અને ગાડીઓને પણ ભારે નુકસાન પહોંચતું હોય છે.

રોડ રસ્તા ધોવાણને લઈને tv9 દ્વારા સતત અહેવાલ પ્રસારિત કરતાં આખરે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જાગ્યા હતા અને એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેની અંદર માહિતી આપવામાં આવી કે સુરત શહેરની અંદર જે રોડ રસ્તા ધોવાણ થયા છે તે ત્રણ દિવસની અંદર તમામ રોડ રસ્તા રીપેર કરવામાં આવશે પણ મહત્વની વસ્તુ એ છે કે હજી તો ચોમાસું બાકી છે ત્યારે ફરીથી આ રોડ રસ્તા ધોવાણ ન થાય તેની ખાતરી શું? સુરત શહેરના અલગ અલગ 72 જંકશન પર રોડનું ધોવાણ થયું છે.

આ પણ વાંચો

પાલિકાના કમિશનરે એ પણ જણાવ્યું હતું કે નોન ડીએલપી રોડ પાલિકાના ખર્ચે કરવામાં આવશે. રીપીટ અને ડીએલપીરોડ જે છે તે કોન્ટ્રાક્ટરના જ ખર્ચે રીપેરીંગ કરવા માટે પાલિકા દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે જે રોડ રસ્તા છે તેનું ફરી ધોવાણ થાય છે કે નહીં. આટલા મોટા પ્રમાણમાં રોડના ધોવાણ થાય છતાં પણ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને બચાવતા હોય તે રીતે જવાબ અપાતા હોય છે.

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરોને છાવરતા અથવા તો બચાવવા માટે પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આટલા મોટા રોડ રસ્તા ધોવાણ થાય છે છતાં પણ તે કોન્ટ્રાક્ટર સામે કોઈ નોટિસ કે કોઈ પગલા નથી લેવામાં આવતા માત્ર તેના ખર્ચે રીપેરીંગ કરવામાં આવતો હોય છે તે જ ઘણું બધું કહી જાય છે. હાલમાં તો પાલિકા દ્વારા જે આશ્વાસન આપ્યું છે કે ત્રણ દિવસની અંદર તમામ રોડ રસ્તા રીપેર થશે તો હવે જોવાનું કે સુરત શહેરના રોડ રસ્તા ક્યારે રીપેર થશે અને કેટલા ગુણવત્તા ભર્યા રિપેર થશે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">