PRESIDENT ELECTION 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ આજે આવશે ગુજરાત

દ્રોપદી મુર્મૂ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. નારાયણી હાઇટ્સમાં આ ખાસ બેઠક મળશે. જેમાં દ્રોપદી મુર્મૂ આ તમામ ધારાસભ્યો અને સાંસદોનું સંબોધન કરશે

PRESIDENT ELECTION 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ આજે આવશે ગુજરાત
Draupadi Murmu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 11:34 AM

રાષ્ટ્રપતિની ચૂંટણી (PRESIDENT ELECTION) માટે NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ (Draupadi Murmu) આજે ગુજરાત (Gujarat) આવવાના છે. તેઓ થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ગુજરાતના પ્રવાસે આવતાંની સાથે જ સવારે 11:30 કલાકે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. નારાયણી હાઇટ્સમાં આ ખાસ બેઠક મળશે. જેમાં  દ્રોપદી મુર્મૂ  આ તમામ ધારાસભ્યો અને સાંસદોનું સંબોધન કરશે અને મતદાન કરવા અપીલ પણ કરશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં પણ કવાયત શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે ભાજપે તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા. ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યે વિધાનસભા દળની એક ખાસ બેઠક મળી હતી. જેમાં તમામ ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યો અને સાંસદોને મતદાન અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે તમામ ધારાસભ્યો અને સાંસદોને 18 જુલાઈ સુધી ગાંધીનગર ના છોડવા સૂચના આપવામાં આવી હતી.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર પાસે રાષ્ટ્કપતિ પદ માટેના કુલ 10,86,431 મતોમાંથી હવે 6.67 લાખ મતો છે. તેમાંથી 3.08 લાખ વોટ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષોના છે. દ્રૌપદી મુર્મુનો વોટ શેર 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ બે તૃતિયાંશ સુધી પહોંચી શકે છે. અને તેઓ આ સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનારા પ્રથમ આદિવાસી મહિલા બની શકે છે. નામાંકન સમયે લગભગ 50 ટકા વોટ શેર રહેવાનો અંદાજ હતો પણ વોટ શેર 61 ટકાથી વધુ રહેવાની શક્યતા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">