Gujarati News : અમદાવાદમાં દૂરદર્શન ટાવર પાસે ત્રિપલ અકસ્માતમાં 5 ઇજાગ્રસ્ત, એક કાર સળગી ઉઠી
અમદાવાદમાં (Ahmedabad) વહેલી સવારે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. દૂરદર્શન ટાવર પાસે વહેલી સવારે ત્રિપલ અકસ્માત થયો હતો. 2 કાર અને એક ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થઇ હતી
ગુરુવારનો દિવસ ગોઝારો સાબીત થયો છે. અમદાવાદમાં (Ahmedabad) વહેલી સવારે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. દૂરદર્શન ટાવર પાસે વહેલી સવારે ત્રિપલ અકસ્માત થયો હતો. 2 કાર અને એક ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થઇ હતી. આ ઘટના બાદ એક કારમાં આગ લાગી હતી. તો અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પછી ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમે કાર પર લાગેલી આગ પર કાબૂ મેળવ્યો છે.
આ પણ વાંચો-Mandi : ધાનેરાની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2605 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
બીજી તરફ બનાસકાંઠાના થરાદમાં પણ એસટી બસનો અકસ્માત થયો હતો. એસટી બસ થાંભલા સાથે ટકરાઈ હતી. થરાદના બજારમાં થયેલી ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તો અકસ્માત મામલે ડ્રાઈવર નશામાં બસ ચલાવતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો