AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મજબૂરી શું નથી કરાવતી ? પુત્રના બ્રેઈન હેમરેજની સારવાર માટે મહિલાએ કારખાનામાં કરી 19 લાખના હીરાની ચોરી !

પુત્રને (Son ) સાજો કરવાની ઝંખનાને લઇ પ્રિયંકાએ કારખાનામાંથી હીરા ચોરી કરીને તેને બજારમાં સસ્તાભાવે વેચી દીધા હતા અને તે રૂપિયા દવાખાનામાં વાપર્યા હોવાની કબૂલાત કરી હતી.

Surat : મજબૂરી શું નથી કરાવતી ? પુત્રના બ્રેઈન હેમરેજની સારવાર માટે મહિલાએ કારખાનામાં કરી 19 લાખના હીરાની ચોરી !
Mother stole diamond for treatment of her child (File Image )
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 19, 2022 | 11:47 AM
Share

સુરત (Surat ) શહેરના ગોડાદરામાં રહેતી મહિલાએ (Woman ) તેના 14 વર્ષિય પુત્રના બ્રેઇન (Brain )  હેમરેજની સારવાર કરાવવા માટે હીરાના કારખાનામાં નોકરી કરીને છેલ્લા દોઢ મહિનામાં જ અલગ અલગ દિવસે મળી 19 લાખના હીરાની ચોરી કરી બજારમાં સસ્તાભાવે વેચી દીધા હતા. પોલીસે આ મહિલાની સામે ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પણ જયારે ચોરી કરવા પાછળનું કારણ ખુલ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ દંપતીએ પોતાના પુત્રને સારો માટે આખરે કરવી પડી હતી ચોરી. તેના ઉપરથી જ ખ્યાલ આવે છે આ પરિવારને કેટલી મજબૂરી હશે. હાલમાં તો પુત્રની સારવાર પણ અટકી પડી છે અને આ દંપતીએ જેલના હવાલે પણ થવું પડ્યું છે. આમ, એક બાજુ મુશ્કેલી હતી તેમાં હવે આ દંપતી માટે વધુ મુશ્કેલીનો ઉમેરો થવા પામ્યો છે. .

સુરત શહેરમાં ગોડાદરા નહેર રોડ ઉપર રૂપસાગર રો હાઉસમાં રહેતા શૈલેષ મથુરભાઇ છોટાળા કતારગામના વસ્તાદેવડી રોડ ઉપર શ્રી જ્વેલર્સના નામે હીરાનું કારખાનું ચલાવે છે. જેમાં તેઓએ હરીપુરા લીમડાશેરીમાં ધનલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતી પ્રિયંકા વિકીભાઇ સોલંકીને નોકરી ઉપર રાખી હતી. પ્રિયંકાનું કામ હીરાના સ્ટોકનો હિસાબ રાખવા, હીરા અલગ કરવા, તેમજ હીરાને બોઇલ કરી આપવા ઉપરાંત ડેટા એન્ટ્રીનું કામ કરવાનો હતો. પણ આ પ્રિયંકા જ્યાં નોકરી કરે છે ત્યાં જ દગો કરશે એવો કોઈને ખ્યાલ ન હતો અને આખરે એવું જ કર્યું. પણ તેની પાછળ પણ એક મજબૂરી સંતાયેલી હતી.

પ્રિયંકાને દર મહિને રૂા.15 હજાર પગાર પણ આપવામાં આવતો હતો. પ્રિયંકા દરરોજ હીરા તપાસી તેનો હિસાબ કરીને કારખાનાના ચોથા માળે સેઇફ રૂમમાં મુકવા જતી હતી. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી હીરાની ચોરી થતી હોવાની શંકા ગઇ હતી. આમ પ્રિયંકા પર નવા સાંજના સમયે ત્રણ ચાર ત્રણ ચાર હીરાની ચોરી કરી ઘરે લઈ આવતી હતી કારખાના માલિકને થોડી શંકા પણ ગઈ હતી પણ મહિલા હોવાથી તેના ઉપર વધુ શંકા ન હોવાના કારણે શરૂઆતમાં કોઈ પૂછપરછ કરી ન હતી.

દરમિયાન ઓફિસના મેનેજર લાલજીભાઇ કલસરીયાએ પ્રિયંકાની પાસે હીરાના પેકેટ મંગાવ્યા હતા. જેમાં એક હીરાના પેકેટમાં 5.37 કેરેટ હીરા ઓછા જોવા મળ્યા હતા. ત્યારબાદ લાલજીભાઇએ છેલ્લા દોઢ મહિનાનો તમામ હિસાબ ચેક કરતા તેમાંથી રૂા.19.09 લાખની કિંમતના 31.50 કરેટે હીરા ઓછા જોવા મળ્યા હતા.

આમ કારખાના માલિકે એક દિવસ અચાનક જ હીરાનો સ્ટોક ચેક કરતા પ્રિયંકા ની આખી પોલ ખુલી ગઈ હતી અને આ બાબતે પ્રિયંકાને તેના પતિની હાજરીમાં કડકાઇપૂર્વક પુછવામાં આવતા તેણીએ કહ્યું કે, આ તમામ હીરા તેને ચોરી લીધા હતા. રાત્રે સેઇફ બોક્સમાં મુકવાને બદલે પ્રિયંકા હીરા ઘરે લઇ જતી હતી. બનાવ અંગે કતારગામ પોલીસે પ્રિયંકાની સામે ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

મજબૂરીએ કરાવી ચોરી :

કતારગામ પોલીસ આદંપતીની ધરપકડ કરીને પૂછપરછ કરતા એક હકીકત એવી સામે આવી હતી જે સાંભળીને તમે પણ થોડા સમય માટે ચોકી જશો કે મજબૂરી શું નથી કરાવતી ? કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાના 14 વર્ષિય પુત્રને બ્રેઇન હેમરેજ થયું છે, અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રિયંકાનો પતિ વિકી ભાગળની જ્વેલર્સમાં કામ કરે છે, અને પ્રિયંકા પણ કમાઇ છે પરંતુ આ બંનેની કમાણી દવાખાનામાં ઓછી પડતી હતી.

પુત્રને સાજો કરવાની ઝંખનાને લઇ પ્રિયંકાએ કારખાનામાંથી હીરા ચોરી કરીને તેને બજારમાં સસ્તાભાવે વેચી દીધા હતા અને તે રૂપિયા દવાખાનામાં વાપર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે. ક્યારેક કોઈક લોકો પોતાના મોજશોખ માટે ચોરી કરતા હોય છે અથવા તો ગુનાને અંજામ આપતા હોય છે પણ અહીં તો પોતાના જ લાડકવાયા 14 વર્ષે પુત્રના જીવ બચાવવા માટે દંપતિએ ચોરી કરી અને તમામ જે ખર્ચો છે તે દવાખાની અંદર ખર્ચ કર્યો હતો. પરંતુ ગુનો તો ગુનો જ કહેવાય છે. જેથી કતારગામ પોલીસે આ દંપતીની ધરપકડ કરી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">