AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! 3 વર્ષના બાળકના ગળામા ફસાયો સિક્કો, કરવી પડી સર્જરી

સુરતમા 3 વર્ષીય બાળક રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. બાળકની માતાને જાણ થતા તેને બાળકના મોઢામાંથી સિક્કો કાઢવાના અગણિત પ્રયત્ન કર્યો હતા.

Surat : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! 3 વર્ષના બાળકના ગળામા ફસાયો સિક્કો, કરવી પડી સર્જરી
માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો Image Credit source: TV 9 Gujarati Graphics
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 12:10 PM
Share

જો તમારા ઘરે નાના બાળકો હોય તો, તમારા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સુરતમા 3 વર્ષીય બાળક રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. બાળકની માતાને જાણ થતા તેને બાળકના મોઢામાંથી સિક્કો કાઢવાના અગણિત પ્રયત્ન કર્યો હતા. છતા પણ સિક્કો નહીં નીકળતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરે બાળકના એક્સરે ના રિપોર્ટ કરાવ્યા હતા. જેમા બાળકની અન્નનળીમાં સિક્કો હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરે દૂરબીન દ્વારા સર્જરી કરીને સિક્કો બહાર કાઢ્યો.

આ પણ વાંચો : Gujarati Video: સુરતમાં ફરી ઝડપાયુ ગેરકાયદે બાયો ડીઝલ, વિન્ટેજ પાર્કિંગમાંથી ઝડપાયો એક હજાર લીટરનો જથ્થો

આ અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં 1 વર્ષીય બાળકીનું ટબમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળકી બાથરૂમમાં મૂકેલા પાણીના ટબમાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન તેની માતાની નજર પડતાં તાત્કાલિક તેને કાઢીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ પાણી વધારે ભરાઈ ગયું હોવાથી ટૂંકી સારવારમાં જ બાળકી મોતને ભેટી હતી. ઘટનામાં લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

થોડા દિવસો પહેલા રાજકોટ શહેરમાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી હતી. એક માતાની નીચે દબાઇ જતા તેના 40 દિવસના બાળકનું મોત થયુ હતું. પરિવાર જ્યારે વહેલી સવારે ઉઠીને જુએ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 40 દિવસ પહેલા પરિવારમાં થયેલા દીકરાના જન્મનો આનંદ અચાનક જ શોકમાં પરિવર્તિત થઇ ગયો હતો. રાજકોટ (Rajkot )માં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટ શહેરનાના નિલકંઠ પાર્કમાં એક નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાઇ જવાથી મૃત્યુ પામ્યુ હતું.

માતાને શરદી (Cold)થતા બાળકને ચેપ ન લાગે તે માટે પોતાના પગ પાસે સુવડાવ્યો હતો અને પોતે શરદીની દવા પીને સુઇ ગઇ હતી. બાળક પર માતાનું વજન આવી જતાં બાળકે જીવ ગુમાવ્યો હતો. માતાના પગ નીચે ગુંગળાઇને જ વ્હાલસોયા બાળકનનું મોત થયું હતુ. જોકે, આ વાતની જાણ થતા માતા સહિત પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">