Gujarati Video : યુવતીને પામવા સુરતના એક તરફી પ્રેમીની કરતૂત, યુવતીના ટુ વ્હીલર પર લગાવ્યું GPS ટ્રેકર

Surat News : એક તરફી પ્રેમમાં પાગલ યુવકને યુવતી ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, શું કરતી હોય છે આ તમામ બાબતની જાણકારી મેળવવી હતી. જેના કારણે યુવકે યુવતીના ટુ વ્હીલર પર એક મિત્રની મદદથી GPS ટ્રેકર લગાવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 5:11 PM

આજે વેલેન્ટાઇન ડે છે અને વેલેન્ટાઇન ડે ને પ્રેમીઓનો દિવસ કહેવામાં આવે છે. પરંતુ આજના દિવસે જો કોઇ પ્રેમીનું કારસ્તાન સામે આવે તો ? સુરતમાં કંઇક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક પ્રેમીએ એવું તો કારસ્તાન કર્યું કે સૌ પ્રેમીઓ દંગ રહી ગયા. સુરતના કતારગામમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને પામવા તેના ટુ વ્હીલર પર GPS ટ્રેકર લગાવ્યું. યુવકે યુવતીનો પીછો અને જાસૂસી કરવા GPS ટ્રેકર લગાવવામાં આવ્યુ હતુ. જો કે યુવતીએ તેનું ટુ વ્હીલર સર્વિસમાં મૂકતા સમગ્ર હકીકત સામે આવી છે.

સમગ્ર બાબતે જાણ થતા યુવતીના પરિવારજનોએ આ સનકી પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સનકી પ્રેમીએ તેમની સાથે પણ મારામારી કરી હતી. હાલ તો યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફી પ્રેમમાં પાગલ યુવકને યુવતી ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, શું કરતી હોય છે આ તમામ બાબતની જાણકારી મેળવવી હતી. જેના કારણે યુવકે યુવતીના ટુ વ્હીલર પર એક મિત્રની મદદથી GPS ટ્રેકર લગાવ્યુ હતુ. તે ઘણી વાર યુવતીનો પીછા પણ કરતો હતો. ક્યારેક તે યુવતીને પરેશાન કરતો હોવાની માહિતી પણ સામે આવી છે. અગાઉ યુવતીના આસપાસ રહેતા લોકો દ્વારા આ યુવકને પીછો કરતો હોવાનું જોઇને તેને પકડીને માર પણ મારવામાં આવ્યો હતો. તેમ છતા યુવક યુવતીનો પીછો કરતો હતો. ત્યારે યુવતીને GPS ટ્રેકરની જાણ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">