સુરત : બારડોલીના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા 8 મહિલાઓ દાઝી ગઈ
સુરત : બારડોલી તાલુકાના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની છે. ખેતરમાં વીજળી પડતા ખેતમજરો દાઝી જતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી . ઘટના સમયે જ્યાં વીજળી પડી તે વિસ્તારમાં શ્રમિક મહિલાઓ કામ કરી રહી હતી જેમના પર વીજળી પડી હતી.
સુરત : બારડોલી તાલુકાના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની છે. ખેતરમાં વીજળી પડતા ખેતમજરો દાઝી જતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી .
ઘટના સમયે જ્યાં વીજળી પડી તે વિસ્તારમાં શ્રમિક મહિલાઓ કામ કરી રહી હતી જેમના પર વીજળી પડી હતી. આજે સવારથી વરસાદી માહોલ છે. વીજળીના કદડાકા સાથે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આઠ જેટલી મહીલા ખેતરમાં મરચા તોડી રહી હતી દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી.
વીજળી પડતા આઠ જેટલી મહિલા દાઝી ગઈ હતી. આઠે મહિલા ઓને બારડોલી ની સરદાર હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 4 મહિલાઓ ને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હતી જયારે અન્ય ૪ હજુ સરવર હેઠળ છે. 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે.
Input Credit : Jignesh Mehta- Bardoli