Surat: નાઈટ ફૂડ બજાર પર ગ્રહણ: 18 દુકાનોએ દોઢ વર્ષથી 40 લાખનું ભાડું નથી ચૂકવ્યુ, કોર્પોરેશન દુકાનો કબ્જામાં લેશે
શહેરના અઠવા (Athwa) ઝોનમાં આવેલ લેક વ્યુ ગાર્ડન પાસે બનેલ શહેરનું પ્રથમ રાત્રી બજાર પર ગ્રહણ લાગે તેવું લાગી રહ્યું છે. ભાડુઆત દ્વારા દુકાન ચલાવવામાં આવી રહી છે, પરંતુ ભાડુ ચૂકવવામાં આવતું નથી. પાલિકાએ દુકાન પાછી લઈ લેવા તૈયારી કરી છે.
શહેરનું એકમાત્ર નાઈટ ફૂડ બજાર (Night Food Bajar) મહાનગર પાલિકા (SMC) માટે માથાનો દુખાવો બની રહ્યું છે. આ દુકાનો પર પાલિકાનું રૂ.40 લાખનું ભાડું (Rent )બાકી બોલાય છે. હવે તેની વસૂલાત માટે મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જો દુકાનદારો ભાડું નહીં ભરે તો દુકાનો પણ કબજે કરવાની તૈયારી મનપાએ કરી છે. 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં 18 દુકાનોના કોન્ટ્રાક્ટરો 32 વર્ષના કોન્ટ્રાક્ટ પર દુકાન આપવા હાઈકોર્ટમાં ગયા હતા. જેના પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. તેમ છતાં દુકાનદારો ભાડું પણ ચૂકવતા નથી. ભાડાની વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા 68 દિવસથી ભાડું નહીં લઈને રાહત આપવામાં આવી છે. આમ છતાં દોઢ વર્ષનું ભાડું બાકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 47 હજારથી 1 લાખ રૂપિયા એટલે કે દુકાન દીઠ લગભગ 28 લાખ રૂપિયા બે હપ્તામાં 1 લાખ રૂપિયા વસૂલ કર્યા છે. હજુ દોઢ વર્ષનું ભાડું બાકી છે.
ગુરુવારે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ઝીરો અવર્સમાં મ્યુનિસિપલ કમિશનરે બાકી ભાડા સાથે દંડ વસૂલવાનું નક્કી કર્યું છે. કારણ કે ભાડુઆતો ભાડુ ચુકવતા નથી. તેમને ભૂતકાળમાં પણ ઘણી વખત ગ્રેસ આપવામાં આવ્યો છે. સ્થાયી સમિતિના સભ્ય અને કાઉન્સિલર વ્રજેશ ઉનડકટે 7 એપ્રિલે સ્થાયી સમિતિમાં આ વાત કરી હતી, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે 15 દિવસની મુલતવી આપવા જણાવ્યું હતું. તે પછી તેને ભાડું વસૂલવાની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું. આ પછી પણ દુકાનદારોએ ભાડું ચૂકવ્યું ન હતું.
7 એપ્રિલે કરવામાં આવી હતી ચર્ચા
ભાડુ નહીં ભરનાર સામે 7 એપ્રિલે ચર્ચા થઈ હતી, મહાનગરપાલિકાએ 7 એપ્રિલે ભાડુ વસુલવાનું આયોજન કર્યું હતું. જોકે, પાલિકા દ્વારા 15 દિવસનો મોરેટોરિયમ આપવા છતાં ભાડુઆતો દ્વારા ભાડુ ચૂકવવામાં આવ્યું ન હતું. 40 લાખનું ભાડું વસૂલવા માટે હવે મહાનગરપાલિકાએ કડકાઈ અપનાવવી પડશે. અત્યાર સુધીમાં અઢી વર્ષમાં પાલિકાએ એક વર્ષ માટે અંદાજે રૂ.28 લાખનું ભાડું વસૂલ્યું છે. હજુ દોઢ વર્ષનું ભાડું વસૂલવાનું બાકી છે.
આ પણ છે વિવાદ
એવો પણ વિવાદ છે કે સ્ટેન્ડિંગ કમિટીના ઝીરો અવર્સમાં શહેરનું એકમાત્ર ખાણીપીણી બજાર મનપા માટે માથાનો દુખાવો બની ગયું છે. પાંચ વર્ષનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ પણ 18 દુકાનદારોએ 32 વર્ષ માટે દુકાન ભાડા પર લેવા માટે હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે છતાં પણ દુકાનદારો ભાડું ચૂકવી નથી રહ્યા.
એક દુકાનદાર સામે ફરિયાદ કરશે મહાનગરપાલિકા
18 પૈકી એક ભાડુઆતે ચેકથી 6 મહિનાનું ભાડું ચૂકવ્યું હતું. પરંતુ ચેક બાઉન્સ થતાં પાલિકાએ દુકાન બંધ કરાવી છે. આ સાથે આ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેની સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.
ક્યાંક બંધ ન થઈ જાય નાઈટ બજાર
શહેરના અઠવા ઝોનમાં આવેલ લેક વ્યુ ગાર્ડન પાસે બનેલ શહેરનું પ્રથમ રાત્રી બજાર પર ગ્રહણ લાગે તેવું લાગ રહ્યું છે. ભાડુઆત દ્વારા દુકાન ચલાવવામાં આવી રહી છે, પરંતુ ભાડુ ચૂકવવામાં આવતું નથી. પાલિકાએ દુકાન પાછી લઈ લેવા તૈયારી કરી છે. આવા સંજોગોમાં જો પાલિકા દુકાન પાછી લેવાનું શરૂ કરે તો રાત્રી બજાર ક્યાંક બંધ ન થઇ જાય. જોકે મહાનગરપાલિકા નવા નિયમથી નવા ભાડુઆત શોધી કાઢશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલના જણાવ્યા પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે, પરંતુ દુકાનદારો ભાડું ચૂકવતા નથી હવે અમે તેમના પર કાર્યવાહી કરીશું, 68 મહિનાની કોરોનામાં રાહત આપ્યા બાદ 6-6 મહિનાનું ભાડું વસૂલી રહ્યા છે. આમ છતાં દોઢ વર્ષનું ભાડું બાકી છે. જો બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો દુકાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. પરંતુ જો તમે ભાડું નહીં ભરશે તો અમારે કાર્યવાહી કરવી પડશે.
આ પણ વાંચો :