સુરતીઓ જાગો: સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને નંબર વન બનાવવા સિટીઝન ફીડબેકનો આજે છેલ્લો દિવસ
Surat: અધિકારીઓએ બે દિવસથી સર્વર ડાઉન હોવાનું રટણ કરી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા ત્રણ વર્ષથી ઈન્દોર સીટીઝન ફીડબેકમાં વધુ ગુણ મેળવીને જ અવ્વલ આવે છે. ગત વર્ષે સુરત મનપા સીટીઝન ફીડબેકમાં આગળ રહેતા સતત બીજા વરસે બીજો નંબર લાવ્યું હતુ.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને અવ્વલ નંબરે લાવવા માટે છેલ્લા ચાર દિવસથી મનપા(SMC) કમિશનરે કમર કસી છે. ગત વર્ષે સુરત બીજા સ્થાને રહ્યું હતું. માત્ર સીટીઝન ફિડબેકમાં(Feedback) ઓછા માર્ક્સ મળવાના કારણે સુરત બીજા નંબરે આવ્યું હતું અને ઈન્દોર પહેલા ક્રમાંકે આવ્યું હતું. ગતવર્ષથી શીખ મેળવી આ વખતે સુરત મહાનગર પાલિકાએ અત્યારથી જ સીટીઝન ફિડબેક મામલે કમરકસી છે. ચાર દિવસ અગાઉ સુરત શહેરમાં માત્ર 47 હજાર લોકો દ્વારા જ સ્વચ્છતા સર્વેક્ષણ મામલે સીટીઝન ફિડબેક આપવામાં આવ્યું હતું. પરંતુ મનપા કમિશનરે આ મામલે શહેરીજનોને અપીલ કર્યા બાદ સંખ્યા ડબલ થઇ ફીડબેકનો આંક 90 હજારને પાર પહોંચી ગયો હતો. જેના આધારે લાગતું હતું કે આગામી ત્રણ દિવસમાં સુરત ઈન્દોરથી આગળ નીકળી જશે, પરંતુ છેલ્લા બે દિવસમાં માત્ર 20 હજાર ફીડબેક મળ્યા છે.
છેલ્લા બે દિવસમાં માત્ર 20 હજાર જ ફીડબેક મળ્યા, સર્વર ડાઉન હોવાનું અધિકારીઓનું રટણ
અધિકારીઓએ બે દિવસથી સર્વર ડાઉન હોવાનું રટણ કરી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા ત્રણ વર્ષથી ઈન્દોર સીટીઝન ફીડબેકમાં વધુ ગુણ મેળવીને જ અવ્વલ આવે છે. ગત વર્ષે સુરત મનપા સીટીઝન ફીડબેકમાં આગળ રહેતા સતત બીજા વરસે બીજો નંબર લાવ્યું હતુ. જો કે આ વખતે સીટીઝન ફીડબેક માટે 30મી તારીખ છેલ્લી હોવા છતા સોમવાર સુધીમાં માત્ર 47 હજાર લોકોએ જ ફીડબેક આપ્યા હતા. જેની સામે સુરતના કટ્ટર હરીફ ઇન્દોર શહેરમાંથી 1.87 લાખ લોકોના ફીડબેક આવી ચુક્યા હતા.
જેથી સુરત મહાનગર પાલિકા કમિશનરે શહેરીજનોને ફીડબેક આપવા માટે અપીલ કરતા માત્ર બે જ દિવસમાં 47 હજારથી સંખ્યા સીધી 90 હજાર પર પહોંચી ગઈ હતી. જોકે છેલ્લા બે દિવસમાં માત્ર 20 હજાર ફીડબેક જ નોંધાયા છે. શુક્રવારે સાંજ સુધીમાં સુરત શહેરના ફીડબેકનો આંખ હજુ 1.10 લાખ પર પહોંચ્યો છે, ત્યારે બીજી બાજુ ઈન્દોર બે લાખને પાર કરી ગયું છે. જેની પાછળ મનપાના અધિકારીઓએ સર્વર ડાઉન હોવાનું રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સાંજે યોજાનાર નાઈટ મેરેથોનમાં મનપાની ટીમોને તૈનાત કરી મોટા પ્રમાણમાં ફીડબેક અપાવવા આયોજન કરાયું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ-2022 માટે સુરત મનપાની સ્વચ્છતા અંગેની કામગીરી અંગે સિસ્ટમ દ્વારા પૂછાનાર પ્રશ્નોનો ઉત્તર આપવા અપીલ કરી છે. સ્વચ્છતા એપ દ્વારા એસએસ 2022 પોર્ટલ દ્વારા, 1969 હેલ્પલાઈન દ્વારા, એસએસ એપ દ્વારા અથવા વેબસાઇટ દ્વારા પણ નાગરિકો પોતાના ફીડબેક આપી શકે છે. સિટીઝન ફીડબેક માટે નાગરિકો કોર્પોરેશનની વેબસાઈટની https://ss-cf.sbmurban.org/#/feedback વિઝિટ કરી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
આ પણ વાંચો :