Surat : ઉત્તર ભારત માટે ટ્રેનો દોડાવવાની માંગણી સાથે 15 દિવસનું અલ્ટીમેટમ: ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ

તે બાદ રેલવે અધિકારીઓ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિની સંયુક્ત બેઠક દરમિયાન સમિતિને રેલવે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ઉધના-જલગાંવ ટ્રેક ડબલ થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે.

Surat : ઉત્તર ભારત માટે ટ્રેનો દોડાવવાની માંગણી સાથે 15 દિવસનું અલ્ટીમેટમ: ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ
Demand for more trains
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 3:25 PM

ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા સોમવારે સવારે સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટરને(Surat Railway Station Director ) મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે,જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી 20 લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે.

જેમના આવાગમન માટે એકમાત્ર સાધન રેલ છે. પરંતુ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે, જેથી મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે એટલું જ નહીં તેમનું શોષણ પણ થાય છે.આ હકીકતને સાથે રેલવે તંત્ર પણ સારી રીતે પરિચિત છે.

ઉત્તર ભારતની રેલ સમસ્યા માટે રચાયેલી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ છેલ્લા પાંચ વર્ષથી સંઘર્ષ કરી રહી છે.જે અંતર્ગત બે વિશાળ રેલી, સેંકડો જાહેર સભાઓ, રેલ રોકો આંદોલન,રેલ મંત્રીનો ઘેરાવ, સહિત વિવિધ અધિકારીઓ સાથે મંત્રણા કરવામાં આવી છે.વિવિધ તબક્કે રેલવેના જીએમ, ડીઆરએમ સાથેના પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તે બાદ રેલવે અધિકારીઓ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિની સંયુક્ત બેઠક દરમિયાન સમિતિને રેલવે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ઉધના-જલગાંવ ટ્રેક ડબલ થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે. પરંતુ આ સમયગાળા દરમિયાન કોવિડ રોગચાળો આવવાના કારણે વહીવટીતંત્રની વિનંતીને કારણે આંદોલન મોકૂક રાખવામાં આવ્યું હતું.15 દિવસનો સમય આપ્યો છે જો કોઈ સકારાત્મક જવાબ નહીં મળે તો આંદોલનનો માર્ગ નક્કી કરીશું.

આ છે મુખ્ય માંગણીઓ.

(1) સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે. જે સુરતથી વાયા ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, નૈની, પ્રયાગરાજ, પ્રતાપગઢ, સુલતાનપુર થઈને અયોધ્યા પહોંચે,સુરતથી પટના માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે.જે સુરતથી વાયા વડોદરા, રતલામ, ઉજ્જૈન, સુજાલપુર, બીના, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, દીનદયાલ ઉપાધ્યાય જંકશન થઈને પટના પહોંચે.

09175 મુંબઇ સેન્ટ્રલ ભાગલપુર સ્પેશિયલ ટ્રેન ને રેગ્યુલર કરવામાં આવે,સુરતથી રાંચી ઝારખંડ માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે,19063 ઉધના દાનાપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.19051 શ્રમિક એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.19053 સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.11104 બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૂટનો વિસ્તરણ કરી તેને બાંદ્રા ગોરખપુર કરવામાં આવે.

આ પણ વાંચો : SURAT : ઑમિક્રૉન મામલે સતર્કતા, કોરોના પોઝિટિવ 65 દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે લેબોરેટરી મોકલાયા

આ પણ વાંચો : SURAT : પોલીસ દ્વારા “ખેલો લીંબાયત ક્રાઇમ છોડો લીંબાયત” કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન, યુવાનોમાં નશા બાબતે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">