SURAT : ઑમિક્રૉન મામલે સતર્કતા, કોરોના પોઝિટિવ 65 દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે લેબોરેટરી મોકલાયા
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.આશિષ નાયકે કહ્યું કે, સરકારની સૂચના અને કોરોનામાં ક્યો વેરિએન્ટ છે તે જાણવા માટે કોરોના પોઝિટિવ તમામ દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે પુના અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.
વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વોરિયન્ટના ગુજરાતમાં પણ 3 કેસ મળી આવ્યા છે તો બીજી તરફ સુરત સિટીમાં છેલ્લા 4 – 5 દિવસથી કોરોના કેસ વધી રહ્યા છે. તેવા સમયે સાવચેતીના ભાગરૂપે અને કયો વેરીએન્ટ છે તે જાણવા માટે સિટીમાં ગત દિવસોમાં કોરોના પોઝિટિવ આવેલા 65થી વધુ દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાવામાં આવ્યા છે. જ્યારે આવતી કાલે સુરતમાં વેક્સિનને લઈ મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. હજુ 5 લાખ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવાના બાકી છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.આશિષ નાયકે કહ્યું કે, સરકારની સૂચના અને કોરોનામાં ક્યો વેરિએન્ટ છે તે જાણવા માટે કોરોના પોઝિટિવ તમામ દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે પુના અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં સિટીમાં કોરોના પોઝિટિવ આવેલા ૬૫થી વધુ દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાંથી ૩૬ અને નવી સિવિલ હોસ્પિટલમાંથી ૨૬ દર્દીના સેમ્પલ મોકલાયા છે.વિદેશથી આવેલા લોકોના સંપર્કમાં કોણ આવ્યુ છે ? એ ડાયરેક્ટ જાણ થતી નથી, તેથી સાવચેતના ભાગરૂપે તમામના સેમ્પલ મોકલવામાં આવે છે. નોંધનીય છે કે, ઑમિક્રૉન વેરિયન્ટના લીધે સ્મીમેર હોસ્પિટલમાં અને સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગના વિવિધ માળે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્યાં વેન્ટિલેટર સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. જીનોમ સિકવેન્સીગ એક પ્રકારની વાયરસનો બાયોડેટા છે.
કોરોના નવા વેરીએન્ટ ઑમિક્રૉનની ઓળખ માટે જીનોમ સિકવેન્સીંગ ટેસ્ટ સૌથી વધુ ચર્ચામાં છે. તેની તપાસની રીત જટીલ છે. જેમાં સમય પણ વધારે લાગે છે. ડૉકટરના કહેવા પ્રમાણે જીનોમ સિકવેન્સીંગ એક પ્રકારના વાયરસનો બાયોડેટા હોય છે. કોઇ પણ વાયરસમાં ડી.એન.એ અને આર.એન.એ જેવા ઘણા તત્વો હોય છે. જીનોમ સિકવેન્સીગ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે કે વાઇરસ કેવી રીતે બન્યો અને તેમા શું અલગ છે. જીનોમ સિકવેન્સીગ દ્વારા એ સમજવાની કોશિષ કરવામાં આવે છે કે, વાયરસમાં મ્યુટેશન કયાં થયુ છે? મ્યુટેશન કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનમાં હોય તો એ વધારે આક્રમક હોય છે. જે રીતે ઑમિક્રૉનના વિષયમાં કહેવામાં આવે છે.
આ પણ વાંચો : Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,350 નવા કેસ સામે આવ્યા, 202 દર્દીઓના મોત