AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : પોલીસ દ્વારા “ખેલો લીંબાયત ક્રાઇમ છોડો લીંબાયત” કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન, યુવાનોમાં નશા બાબતે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલે એ જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર અજય તોમર અને તેમના અધિકારીઓ દ્વારા શહેરને નશાથી મુક્ત કરવા માટે અલગ અલગ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. શહેરના ક્રાઇમને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ અધિકારીઓનો આ એક અનોખો પ્રયોગ છે.

SURAT : પોલીસ દ્વારા ખેલો લીંબાયત ક્રાઇમ છોડો લીંબાયત કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન, યુવાનોમાં નશા બાબતે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ
સુરતમાં પોલીસ દ્વારા યુવાનોમાં નશા બાબતે જાગૃતિ માટે ક્રિકેટ મેચનું આયોજન
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 13, 2021 | 12:15 PM
Share

સુરત શહેરની લિંબાયત પોલીસે યુવાઓ નશા તરફ ન વળે તે માટે એક અનોખું આયોજન કર્યું છે. લિંબાયત પોલીસ દ્વારા રાત્રી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું ભારતી. જનતા પાર્ટીના પ્રદેશ અધ્યકસ સી.આર. પાટીલના હસ્તે ઉધઘાટન કરવામાં આવ્યું હતુ.સાથે સાથે ખેલના માધ્યમથી યુવાઓને નશા તરફ નહીં જવા અપીલ પણ કરી છે.

હાલ ચાલી રહેલા આધુનિક સમયમાં યુવાઓ નશા તરફ આગળ વધી રહયા છે. જેનાથી પરીવારના સભ્યો પણ અજાણ હોય છે.ત્યારે નશાની લતમાં આજના યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી નાંખે છે. જેથી આવા યુવાનો માટે સુરતની લિંબાયત પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. લિંબાયત પોલીસ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલના માધ્યમથી યુવાનોને નશા તરફ નહીં જવા અપીલ કરાઈ છે. એટલું જ નહીં, પણ પોલીસ અને લોકોની ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવા પ્રયાસ કરાઈ રહ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, સુરત પોલીસ કમિશનર અજય તોમર ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કહ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી લોકો અને પોલીસ એકબીજાના સંપર્કમાં આવશે.

સુરત પોલીસ કમિશનરઅજય કુમાર તોમરેએ જણાવ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે, લોકો પોલીસનાં નજીક આવે કાયદાની વ્યવસ્થા બની રહે કોઈપણ ખોટા રસ્તા ઉપર આજનું યુવધાન ન જાય તે માટે નશાને સુરતથી દૂર કરવા માટે સુરત પોલીસ પૂરેપૂરી સહયોગ કરી રહી છે.તમે પણ પોલીસનો સાથ સહકાર આપો. ક્રિકેટ એ સજ્જ લોકોની રમત છે. ખૂબ જ ઉત્સાહ સાથે આ ગેમ રમો તેની મજા માણો આખા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી અમારી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલે એ જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર અજય તોમર અને તેમના અધિકારીઓ દ્વારા શહેરને નશાથી મુક્ત કરવા માટે અલગ અલગ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. શહેરના ક્રાઇમને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ અધિકારીઓનો આ એક અનોખો પ્રયોગ છે.જેમાં શહેરનાં લિંબાયત વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું નામ ખેલો ‘લિંબાયત ક્રાઈમ છોડો લિંબાયત’ આવા સૂત્રો સાથે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આમાં ઘણી બધી ટીમો ભાગ લઇ રહી છે.મને વિશ્વાસ છે કે, આ પ્રયોગ દ્વારા યુવાનોને એક અલગ એક્ટિવિટી પણ મળશે.

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">