સુરત પોસ્ટ વિભાગની નવી પહેલ, ટેક્સ્ટાઇલ પાર્સલ મોકલવા માટે બુકીંગ શરૂ કર્યું

માર્કેટ વિસ્તારનો સર્વે કર્યા બાદ વિભાગે હવે ઓર્ડર બુક કરવાનું શરૂ કરી દીધું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં પોસ્ટ વિભાગ ધીમી ગતિએ આ સેવા શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને માત્ર 35 થી 100 કિલોના પાર્સલને જ ટાર્ગેટ કરી રહ્યું છે.

સુરત પોસ્ટ વિભાગની નવી પહેલ,  ટેક્સ્ટાઇલ પાર્સલ મોકલવા માટે બુકીંગ શરૂ કર્યું
New Initiative of Surat Post Department: Booking started for sending textile parcels(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 11:09 AM

સુરતમાં ટ્રાન્સપોર્ટ (Transport ) બિઝનેસ માટે વિપુલ તકો છે. આ વાતને સમજીને ભૂતકાળમાં રેલવે (Railway ) વિભાગે સુરતથી કાપડના પાર્સલ (Parcel )પણ સ્પેશિયલ ટ્રેન મારફતે અન્ય રાજ્યોમાં મોકલવાનું શરૂ કર્યું છે. હવે પોસ્ટલ વિભાગે પણ તેના પર નજર નાંખી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પણ હવે પોસ્ટલ વિભાગ પાર્સલ મોકલવાની સેવા શરૂ કરીને આવક મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે પોસ્ટલ વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોસ્ટલ વિભાગના અધિકારીઓએ ભૂતકાળમાં કાપડ બજારના મોટા વેપારીઓનો સંપર્ક કરીને ઓર્ડર બુક કરવાનું શરૂ કર્યું છે.

પોસ્ટલ વિભાગે પ્રારંભિક તબક્કામાં 35 થી 100 કિલો સુધીના પાર્સલનું બુકિંગ શરૂ કર્યું છે. સંભવતઃ માર્ચના અંતિમ દિવસોમાં આ સેવા શરૂ થશે. સામાન્ય દિવસોમાં સુરતના કાપડ માર્કેટમાંથી 250 ટ્રક પાર્સલ ભરીને અન્ય રાજ્યોમાં જાય છે. તહેવારોના દિવસોમાં આ પોસ્ટલ વિભાગ છેલ્લા બે મહિનાથી આ માટે તૈયારી કરી રહ્યું હતું.

માર્કેટ વિસ્તારનો સર્વે કર્યા બાદ વિભાગે હવે ઓર્ડર બુક કરવાનું શરૂ કરી દીધું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં પોસ્ટ વિભાગ ધીમી ગતિએ આ સેવા શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને માત્ર 35 થી 100 કિલોના પાર્સલને જ ટાર્ગેટ કરી રહ્યું છે. પોસ્ટલ વિભાગ માર્ચના છેલ્લા અઠવાડિયાથી તેની સેવા શરૂ કરી શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અન્ય રાજ્યોના વેપારીઓને તેમની દુકાને પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. આટલું જ નહીં, માલ મંગાવનાર વેપારીની દુકાનમાં જગ્યા ન હોય તો તેઓ પાર્સલને થોડા દિવસો માટે તેમના ગોડાઉનમાં રાખવાની પરવાનગી પણ આપે છે. તેમને આ છૂટ અન્યત્ર મળતી નથી.

સુરતની કાપડ બજારમાંથી દરરોજ કેટલાં પાર્સલ અન્ય રાજ્યોમાં જાય છે, સુરતમાં કઇ મોટી માર્કેટ છે અને કયા માર્કેટમાંથી કેટલા ટ્રાન્સ પાર્સલ નીકળે છે. આ તમામ બાબતે પોસ્ટ વિભાગે સર્વે કર્યો હતો. વિભાગને સરવેમાં સારો બિઝનેસ જણાયો છે અને હવે પોસ્ટ વિભાગ આ દિશામાં આગળ વધશે. પોસ્ટલ વિભાગ ટૂંક સમયમાં કાપડના વેપારીઓ અને વેપારી સંગઠનના આગેવાનો સાથે બેઠક કરશે. ટપાલ વિભાગનું નેટવર્ક ભારતના ખૂણે ખૂણે છે. આ નેટવર્કનો ઉપયોગ હવે વ્યાપારી હેતુઓ માટે પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :

Surat : કોરોનાના કારણે બંધ પડેલી આંગણવાડીઓ ફરી કાર્યરત, બપોરનો નાસ્તો, ફ્લેવર્ડ મિલ્કની સુવિધા ફરી શરૂ કરાશે

Surat : હિન્દૂ સ્ટડીઝનો અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓને કોઈ રસ નથી, ફક્ત 10 ફોર્મ ભરાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">