Mandvi: ચોમાસાની બીજી ઇનિંગમાં માંડવીમાં સરકારી આવાસ નજીક દીવાલ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં
સુરતમાં (Surat) ગઈકાલે રાતે આ જ પ્રકારે એક જર્જરિત મકાન પડી ગયું હતું તેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.
માંડવી(Mandvi)માં સરકારી આવાસ નજીક એક દીવાલ (Wall )ધરાશયી થઈ હતી. દીવાલ ધરાશયી થઈ ને કાચા મકાન પર પડતા મકાન ને નુકસાન થયું હતું. પાલિકાને જાણ કરવા છતાં કોઈ અધિકારી નહીં ફરકતા રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેર થઈ રહી છે. ત્યારે જિલ્લા ના માંડવી માં પણ સવારે 6 વાગ્યા થી બપોર સુધી માં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે માંડવી ના સરકારી આવાસ કે જ્યાં મામલતદાર સહિત ના અધિકારીઓ ના આવાસ આવેલા છે. ત્યાં કમ્પાઉન્ડ ની એક દીવાલ ધરાશયી થઈ હતી. દીવાલ ધરાશયી થઈ ને બાજુ માં આવેલ એક કાચા મકાન પર પડતા મકાન ને પણ નુકસાન થયું હતું. જોકે જાનહાની ટળી હતી.
મકાન ને નુકસાન સાથે નજીક માં મંદિર આવેલું છે ત્યાં પણ નુકસાન થયું હતું. હજુ પણ કેટલીક દીવાલો જર્જરિત હોય સ્થાનિકો એ માંડવી પાલિકા ખાતે જાણ કરી હતી. અગાઉ પણ અનેકવાર રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ ગંભીરતા દાખવાય ના હતી. આજે પણ દીવાલ તૂટી પડ્યા ને કલાકો સુધી પાલિકા ના કોઈ જવાબદાર કર્મચારીઓ ફરકયા ના હતા. જેથી સ્થાનિકો માં રોષ ફેલાયો છે.
એક તરફ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ રિએન્ટ્રી કરી છે, ત્યાં બીજી તરફ આવી જર્જરિત ઇમારતો જોખમરૂપ સાબિત થઇ શકે છે. પાલિકાના કર્મચારીઓનું આ બાબતે ધ્યાન દોરવા છતાં તેમના દ્વારા કોઈપણ પ્રકારના પગલાં નહીં લેવાતા ભવિષ્યમાં આવી જો ઘટના ફરી બને અને કોઈ જાનહાની થાય તો તેની જવાબદારી કોની રહેશે તે સવાલ પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે સુરતમાં ગઈકાલે રાતે આ જ પ્રકારે એક જર્જરિત મકાન પડી ગયું હતું તેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.