AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નફ્ફટાઇ ભરેલો વ્યવહાર, પોલીસ શીખવશે પાઠ ? ખંડણીખોર કીર્તિ પટેલ હવે સળિયા પાછળ ધકેલાઇ, જુઓ Video

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલને 10 મહિનાના ભાગડાં બાદ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં તેની સામે ગુનો નોંધાયો હતો. સુરત કોર્ટે તેને લાજપોર જેલમાં મોકલી છે.

નફ્ફટાઇ ભરેલો વ્યવહાર, પોલીસ શીખવશે પાઠ ? ખંડણીખોર કીર્તિ પટેલ હવે સળિયા પાછળ ધકેલાઇ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2025 | 10:50 PM
Share

સુરત સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને અન્ય લોકોના નાએક દમ કરી હેરાનગતિ કરનાર એક વર્ષ અગાઉ સોશિયલ મીડિયા અને ટિકટોક પરથી લોકપ્રિય બનેલી કીર્તિ પટેલ વિવાદોમાં આવી હતી. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાનો આરોપ સામે આવ્યો હતો. જૂન 2024માં કીર્તિ પટેલ સહિત સાત લોકો સામે કાવતરાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. છેલ્લા દસ મહિનાથી ફરાર રહેલી કીર્તિ પટેલને પોલીસ દ્વારા અમદાવાદથી ઝડપવામાં આવી છે.

કીર્તિ પટેલને કાપોદ્રા પોલીસે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટ દ્વારા તેને લાજપોર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ આપાયો છે. આ કીર્તિ પટેલની બીજી વખત જેલ એન્ટ્રી ગણાઈ રહી છે.

ફોનનું IP એડ્રેસ બદલી પોતાનો પતાસો છુપાવતી

સોશિયલ મીડિયા પર અશ્લીલ ભાષા માટે ઓળખાતી કીર્તિ પટેલ પોલીસથી બચવા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છુપાતી ફરતી હતી અને વારંવાર મોબાઇલ ફોનનું IP એડ્રેસ બદલી પોતાનો પતાસો છુપાવતી હતી. ગુનાહિત કૃત્યોમાં મારામારી, હનીટ્રેપ, ખંડણી અને જમીન કબ્જાની પણ ફરિયાદો નોંધાઈ છે.

પોલીસ જ્યારે કીર્તિ પટેલને કસ્ટડીમાં લઈ આવી રહી હતી ત્યારે પણ તે હસતી હતી અને પોલીસ વાનમાં બેસતી વખતે વિડિયો બનાવી વાઈરલ કરવાનો સંદેશો આપી રહી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે ધરપકડ પછી પણ તેનો ભાવ સ્પષ્ટ જળવાયો છે.

સોશિયલ મીડિયા પર અપમાનજનક વીડિયો અને રીલ્સ

આ કેસમાં ફરિયાદી વજુ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે તેનાં વિજય સવાણી સાથે પંડિંગ કોર્ટ કેસની પૃષ્ઠભૂમિમાં કીર્તિ પટેલ અને તેના સાગરીતો દ્વારા તેણે બ્લેકમેલ કરાયો હતો. તેમની સામે સોશિયલ મીડિયા પર અપમાનજનક વીડિયો અને રીલ્સ પોસ્ટ કરવામાં આવી હતી. ફરિયાદી અને તેના પરિવાર સામે લાઇવ આવી ગાળો બોલવાનો પણ આરોપ છે.

કીર્તિ પટેલ અને સાથીઓએ વજુ કાત્રોડિયાને સુરતના કોસમાડી પાટિયા વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાં બોલાવીને ઠંડા પીણાંમાં નશીલો પદાર્થ આપ્યો હતો. બાદમાં તેની તસવીરો અને વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરાયો હતો અને બે કરોડ રૂપિયા ન આપતા તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી અપાઈ હતી.

ફરિયાદમાં કાપોદ્રા પોલીસને વિગતવાર જણાવી આપવામાં આવ્યું છે કે આ કાવતરું પૂર્વનિયોજિત હતું અને કીર્તિ પટેલ સહિત તમામ આરોપીઓની સંડોવણી સ્પષ્ટ છે. પોલીસે તમામ પાસાઓનું નિરીક્ષણ શરૂ કર્યું છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

વજુ કાત્રોડિયાએ ફરિયાદમાં ગુમાવો કર્યો છે કે જ્યારે તેણે માંગેલા પૈસા ન આપ્યા, ત્યારે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ સામાજિક મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને તેનિ વિરુદ્ધ અશ્લીલ અને તિરસ્કારજનક કાવતરું રચ્યું. આરોપ છે કે બંન્ને જણએ વજુ કાત્રોડિયાની દીકરીઓ અને પત્ની સામે બળાત્કાર જેવા ઘિણા સર્જનારા આરોપો લગાવી આખી સ્ટોરીઓ પોસ્ટ કરી હતી.

આ સાયબર અને માનસિક ત્રાસના કિસ્સે બાદ વજુ કાત્રોડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. તેની આધારે 2024માં પોલીસ દ્વારા વિજય સવાણીની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં કીર્તિ પટેલની ધરપકડ બાદ તેને લાજપોર જેલભેગી કરવામાં આવી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">