Surat : પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા, 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ

સુરતના પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તેમજ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે. તેમજ એક સાઇડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 1:28 PM

સુરત(Surat) શહેરમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં હાલ મળતા સમાચાર મુજબ પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તેમજ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ(Traffice Jam)  થયો છે. તેમજ એક સાઇડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી આવ્યા છે. જેમાં ગઇકાલે સુરત શહેરમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ તેના પાણી હજુ સુધી ઓસર્યા નથી.

આ ઉપરાંત શહેરમાં ખાડી ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. જેમાં પાણી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના માર્ગ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. જો કે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે

આ પણ વાંચો : Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વિપક્ષોનો હોબાળો, સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી

આ પણ વાંચો : શું તમે પણ સવારે નાસ્તામાં પૌંઆ ખાઓ છો? જાણો તેની શું પડે છે તમારા સ્વાસ્થ્ય પર અસર? 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">