AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCના ચેરમેન તરીકે સંદીપ દેસાઇ અને વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની વરણી

Surat: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એપીએમસીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઇ ગયી છે. પ્રમુખ પદ પર ચોર્યાસી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ ઉપ પ્રમુખ પદ પર હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: May 04, 2023 | 2:59 PM
Share

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCમાં 14 ડિરેક્ટર્સ બિન હરીફ ચુંટાઇ આવ્યા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી થઇ છે. ભાજપના તમામ ડિરેક્ટર્સ ચુંટાઈ આવ્યા હોવાથી ભાજપ તરફથી મેન્ડેટ આપીને પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની વરણી કરવામાં આવી હતી. આજે સુરત એપીએમસીના પ્રમુખ પદ માટે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની વરણી કરવામાં આવી છે. જયારે ઉપ પ્રમુખ પદ માટે હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી સુરત APMC માર્કેટ ને લઈ વિવાદ માં ચાલી રહી હતી કારણ કે માર્કેટ ના જુના પ્રમુખ અને ઉપપ્રમુખ ને લઈ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ એક પછી એક ગુજરાતની મોટા ભાગની માર્કેટમાં ફેરબદલ થયા. ત્યાં સુરત APMC ની માર્કેટ પર સૌની નજર હતી. ત્યારે આખરે પ્રદેશ પ્રમુખના નજીકના વ્યક્તિ અને સુરત ચોર્યાસી બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈની નિમણુક થતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને વાર્ષિક  2500 કરોડથી વધુ ટન ઓવર ધરાવતી APMCના વ્યવસ્થાપક કમિટીની ચુંટણીમાં 10 ખેડૂત, મંડળી અને 04 વેપારીની મળીને 14 બેઠકો પર ચુંટણી થઇ હતી. આ ઉપરાંત પાલિકા, જિલ્લા રજીસ્ટાર અને સુરત જિલ્લા ખેતીવાડીની એક એક બેઠક મળીને કુલ 19 બેઠકો છે.

આ પણ વાંચો: Surat : બ્રેઈનડેડ પ્રિતેશ રાજભરના અંગદાનથી માનવતા મહેંકી, ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું

ઉલ્લેખનીય છે કે સંદીપ દેસાઈનું નામ અગાઉથી જ ચર્ચામાં હતું. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જનક બગદાણાવાળાએ તમામે તમામ ડિરેક્ટરોને રૂબરૂ મળી સાંભળ્યા હતા અને આજે સતાવાર રીતે પ્રમુખ પદ માટે સંદીપ દેસાઈ અને ઉપ પ્રમુખ પદ માટે હર્ષદ ભાઈ જીતુભાઈ પટેલ વરણી કરાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">