Gujarati Video : સુરતમાંથી પણ આરોગ્ય વિભાગે લીધા પનીરના સેમ્પલ, તપાસ માટે મોકલાયા
સુરત આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે.જેમાં અલગ અલગ 14 ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં કેટલીક ડેરીમાંથી નમૂના પણ લીધા હતા.આ નમૂનાને હાલ તપાસ માટે મોકલી આવ્યા છે.
ગુજરાતમાં રાજકોટમાં મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે ઝડપેલા ભેળસેળયુક્ત પનીર બાદ આજે સુરત આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે.જેમાં અલગ અલગ 14 ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં કેટલીક ડેરીમાંથી નમૂના પણ લીધા હતા.આ નમૂનાને હાલ તપાસ માટે મોકલી આવ્યા છે.
ભેળસેળયુક્ત પનીર માત્રને માત્ર મેદસ્વિતા વધારે
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ભેળસેળયુક્ત પનીર બનાવવા કંમ્પ્રેસ ઇમલ્સિફાઇડ દૂધનો ઉપયોગ કરે છે.જેમાં પામ ઓઇલને ઉમેરવામાં આવે છે.સાથે જ પનીરને ઘટ્ટ બનાવવા વેજિટેબલ ઓઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે.તો હલકી ગુણવત્તાવાળુ કે પાણી મિશ્રિત દૂધ દ્વારા પ્રોસેસ કરીને પનીર બનાવવામાં આવે છે..આપને જણાવી દઇએ અસલી પનીર શરીરને પ્રોટીન આપે છે, જ્યારે ભેળસેળયુક્ત પનીર માત્રને માત્ર મેદસ્વિતા વધારે છે, જેને ખાવાથી શરીરને કોઇ જ ફાયદો નથી થતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
