શહેરી ગરીબો(Poor ) અને ગ્રામ્ય પંથકમાં ગરીબોના ફ્રીજ સમાન માટલાના(Pot ) વિતરણમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી કોરોના (Corona )કાળના કારણે ધંધા રોજગાર ઠપ્પ થયા હતા. પણ હવે ધીમે ધીમે તે પુનઃસ્થાપન થઇ રહ્યા હોય તેમ કુંભાર માટલા ઘડી તેનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે .
ઉનાળાની ઋતુનો હવે ફેબ્રુઆરી માસના અંતથી સત્તાવાર રીતે પ્રારંભ થઇ ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં સવારે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝરતી ગરમીનો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો અહેસાસ કરી રહ્યા છે. બપોર બાદ સૂર્યનારાયણ દેવ પોતાનો પ્રકોપ ધીમે ધીમે બતાવી રહ્યા હોય શરીર ઉપર દાઝે તેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે ગરીબોના ફ્રીઝ સમાન માટલા જે લોકોને શીતળતાનો અહેસાસ કરાવે એવા માટલા કુંભાર દ્વારા બનાવી વેચવાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
આ ઉપરાંત બહારથી પણ સુરત શહે૨ માં કુંભારો રોજીરોટી માટે માટલાના રોડની સાઈડે થપ્પા લગાવી મૂકીને માટલા નું વેચાણ કરી રહ્યા છે. બજારોમાં ઠેર ઠેર જગ્યાએ માટલાના રંગબેરંગી કલરો સાથેના ઢગલા મૂકીને માટલાનું વિતરણ કરતા કુંભાર તેમજ વેપારીઓ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કોરોના ની વિકટ પરિસ્થિતિને પગલે લોકોના નાના પાયાના ધંધા – રોજગાર ઠપ્પ થઇ ગયા હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં જોઇએ તેટલા પ્રમાણમાં માટલા નું વેચાણ થતું ન હતું પરંતુ હવે ધીમે ધીમે પુનઃ સ્થિતિ થાળે પડવા જઇ રહી છે. કેટલાક કુંભકારો હાથલારીમાં પણ રંગબેરંગી માટલાઓ ભરીને શહેરની સોસાયટી વિસ્તારોમાં ફરીને વેચાણ કરી રહ્યા છે . ફ્રિજના પાણીથી બીમાર પડતા લોકો માટલાના પાણી શીતળતાનો અનુભવ કરે અને આત્મનિર્ભર ભારત બનાવવામાં એક કદમ ઉઠાવે તેવી માટલા ઘડવૈયાઓની માંગ છે.
નોંધનીય છે કે આજે જમાનો અત્યાધુનિક ગેજેટ્સ અને ઉપકરણોનો છે. તેવામાં બજારમાં સ્પર્ધામાં ટકી રહેવા અનેક બ્રાન્ડ ઠંડીથી રાહત આપવા માટે નવા રેફ્રિજરેટર અને કુલર બહાર પાડી રહી છે. તેમ છતાં આજે ગામડાઓ તો ખરા જ પણ શહેરોમાં પણ દેશી માટલાઓની ડિમાન્ડ યથાવત રહેવા પામી છે.
આ પણ વાંચો :