Aeroponic Potato Farming: આ ટેક્નોલોજીથી હવામાં થાય છે બટાટાની ખેતી, 10 ગણું વધુ મળે છે ઉત્પાદન
તમને આશ્ચર્ય થશે કે હવામાં બટાકાની ખેતી કેવી રીતે શક્ય છે, પરંતુ તે શક્ય બન્યું છે. વાસ્તવમાં, એરોપોનિક બટાકાની ખેતી એક એવી તકનીક છે જેના દ્વારા બટાકાની ખેતી માટી અને જમીન વિના કરી શકાય છે.
ખેડૂતો હવે નવી ટેક્નોલોજીથી બટાકાની ખેતી કરશે. આ ટેક્નિકનું નામ એરોપોનિક ટેક્નોલોજી (Aeroponic Potato Farming)છે, જેના દ્વારા બટાકાની ખેતી જમીનને બદલે હવામાં કરવામાં આવશે અને તેનાથી ઉપજમાં પણ 10 ગણો વધારો થશે. આ કહેવું છે સહરસાના અગવાનપુર કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક પંકજ કુમાર રાયનું, જેઓ હરિયાણાના કરનાલમાં પોટેટો ટેક્નોલોજી સેન્ટરમાંથી બટાકાની ખેતી (Potato Farming)ની નવી ટેક્નોલોજીનો અભ્યાસ કરીને પરત ફર્યા હતા.
તમને આશ્ચર્ય થશે કે હવામાં બટાકાની ખેતી કેવી રીતે શક્ય છે, પરંતુ તે શક્ય બન્યું છે. વાસ્તવમાં, એરોપોનિક બટાકાની ખેતી એક એવી તકનીક છે જેના દ્વારા બટાકાની ખેતી માટી અને જમીન વિના કરી શકાય છે. આ ટેક્નિક વડે માટી અને જમીન બંનેની ઉણપને પુરી કરી શકાય છે. હરિયાણાના કરનાલ જિલ્લામાં સ્થિત પોટેટો ટેક્નોલોજી સેન્ટર દ્વારા એરોપોનિક પોટેટો ફાર્મિંગની શોધ કરવામાં આવી છે.
આ ટેકનિકની ખાસ વાત એ છે કે ખેતીમાં માટી અને જમીન બંનેની ઉણપ આ ટેકનિકથી પૂરી શકાય છે અને જો આ ટેક્નિકથી ખેતી કરવામાં આવે તો બટાકાની ઉપજમાં 10 ગણો વધારો થાય છે. સરકારે આ ટેકનિકથી બટાકાની ખેતી કરવાની મંજૂરી આપી છે.
આપને જણાવી દઈએ કે પોટેટો ટેક્નોલોજી સેન્ટર કરનાલનો ઈન્ટરનેશનલ પોટેટો સેન્ટર સાથે એમઓયુ છે. એમઓયુ પછી, ભારત સરકારે એરોપોનિક પોટેટો ફાર્મિંગ સાથે બટાકાની ખેતીને મંજૂરી આપી છે. આ ટેકનિકથી ખેડૂતોની આવકમાં વધારો થશે, ખેડૂતોને એરોપોનિક પોટેટો ફાર્મિંગથી ઘણો ફાયદો થશે, કારણ કે આનાથી ખેડૂતો ઓછા ખર્ચે મહત્તમ બટાકાનું ઉત્પાદન કરી શકશે અને વધુ ઉપજને કારણે તેમની આવકમાં પણ વધારો થશે. જેઓ આ ટેકનિકના નિષ્ણાત છે તેઓ કહે છે કે આ ટેકનીકમાં તેમને લટકતા મૂળ દ્વારા પોષક તત્વો આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં માટી અને જમીનની જરૂર રહેતી નથી.
બટાકાની ખેતીની નવી ટેક્નોલોજીનો અભ્યાસ કર્યા બાદ હરિયાણાના કરનાલમાં સ્થિત બટાટા ટેક્નોલોજી સેન્ટરમાંથી પરત ફરેલા અગવાનપુર કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. પંકજ કુમાર રાય કહે છે કે ઘણા ખેડૂતો જેઓ હજુ પણ પરંપરાગત ખેતી કરે છે. તેમની તુલનાએ આ ટેકનિક તેમના માટે ખુબ ઉપયોગી અને નફાકારક સાબિત થઈ શકે છે.
આ ટેકનિક દ્વારા બટાકાના બીજની ઉત્પાદન કાર્યક્ષમતા 3 થી 4 ગણી વધારી શકાય છે. માત્ર હરિયાણા જ નહીં પરંતુ અન્ય રાજ્યોના ખેડૂતોને પણ આ ટેક્નોલોજીનો લાભ મળશે. આ રીતે નવી ટેકનોલોજીના આગમનથી ખેડૂતોને જ્ઞાનની સાથે-સાથે તેમની આવક પણ વધી રહી છે. જે તેમના અને આપણા રાજ્ય બંને માટે સારું છે.
આ પણ વાંચો: ખેડૂતે એવી રીતે મનાવ્યો પોતાના બળદનો જન્મદિવસ, લોકોએ કર્યા ખુબ વખાણ
આ પણ વાંચો: 2050 સુધીમાં મકાઈ અને અન્ય પાકોના ઉત્પાદનમાં આવશે ઘટાડો, IPCC ના નવા રિપોર્ટમાં થયો ખુલાસો