ફાઈનલ મેચ નિહાળવા ક્રિકેટ રસિકો કારમાં રાત વિતાવવા પણ તૈયાર, દક્ષિણ ગુજરાતથી વાહનો અમદાવાદ રવાના થવા લાગ્યા
વિશ્વ ચેમ્પિયન બનવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ જોવા માટે દેશ-વિદેશના ક્રિકેટ ચાહકો મેદાનમાં પહોંચવાના છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો અમદાવાદ રવાના થયા છે.
વર્લ્ડ કપ 2023ની ફાઈનલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે 19 નવેમ્બર 2023 ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વિશ્વ ચેમ્પિયન બનવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ જોવા માટે દેશ-વિદેશના ક્રિકેટ ચાહકો મેદાનમાં પહોંચવાના છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો અમદાવાદ રવાના થયા છે.
ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ, ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે. મેચ પહેલા ફ્લાઈટ ટિકિટ માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં રેલવેએ પણ વર્લ્ડ કપ માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે.
ICC ODI વર્લ્ડ કપ ફાઈનલ માટે કાઉન્ટડાઉન અંતિમ તબક્કામાં છે. ખાસ કરીને તે ક્રિકેટ પ્રેમીઓ માટે જેઓ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રાન્ડ ફિનાલેમાં ઓસ્ટ્રેલિયા સામેની ભારતની મેચ જોવા માટે આતુર છે. અમદાવાદમાં એક દિવસના હોટલ રોકાણનું ભાડું હજારોમાં પહોંચી ગયું છે.
આ પ્રથમ વખત નથી. વર્લ્ડ કપ 2023માં જ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ યોજાઈ હતી. ત્યારે પણ આવી જ હિલચાલ જોવા મળી હતી. 15 ઓક્ટોબર 2023ના રોજ ભારત-પાકિસ્તાન મેચ સમયે ઓનલાઈન પ્લેટફોર્મ પર અમદાવાદમાં રહેઠાણ માટેની હોટલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
સ્વાભાવિક છે કે હવે કોણ ભારતને ફાઇનલમાં રમતા જોવાનું ચૂકવા માંગે? આવી સ્થિતિમાં ઘણા લોકોએ ટૂર્નામેન્ટ પહેલા ટિકિટ બુક કરાવી હતી જે હવે કરતા ઘણી સસ્તી હતી પરંતુ હવે કિંમતો આસમાનને આંબી રહી છે.
સુરતીલાલા શોખીન મિજાજના હોય છે. ક્રિકેટ આમપણ ભારતીય અને ગુજ્જુઓ માટે મનપસંદ રમત રહી છે. આજથી ક્રિકેટ રસિકો મેચ નિહાળવા સુરતસ હીટ દક્ષિણ ગુજરાતના શહેરોમાંથી અમદાવાદ રવાના થઇ રહ્યા છે. હોટલ બુકીંગ ન મળે તો પરિચિતોને ત્યાં અથવા કારમાં પણ સમય વિતાવી સમયસર એન્ટ્રી મેળવવા લોકો આતુર છે.
ક્રિકેટ રસિયા એવા નવાઝભાઈએ જણાવ્યું હતું કે તેઓ આજે સાંજે અમદાવાદ જવા અંગત કારમાં મિત્રો સાથે રવાના થશે જે રાત કારમાંજ વિતાવશે. સુરતના વેપારીઓનું એક ગ્રુપ પણ વહેલી સવારે રવાના થવાનું છે જે ઐતિહાસિક પળનું સાક્ષી બનવા માંગે છે.