સુરતમાં તૈયાર થયો દેશનો પ્રથમ સ્ટીલ રોડ, જાણો શું છે તેની ખાસિયત
આ રોડમાં હજી સુધી કોઈ ખામી જણાઈ નથી. બસ આ તમામ ખુબીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ભવિષ્યમાં રોડને વધારે મજબૂત બનાવવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરીને સ્ટીલ રોડ બનાવે છે.
તમે પ્લાસ્ટિકના રોડ વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સ્ટીલના રોડ (Steel road )પણ હોય ! તમને આ જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. હવે ભારત સરકાર (Government of India) રોડ નિર્માણમાં કપચીની જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરી રહી છે. સુરત (Surat) માં દેશનો પ્રથમ સ્ટીલ રોડ પણ તૈયાર પણ થઈ ગયો છે. અમે તમને આ રોડની ખાસિયત જણાવીશુ.
કોઇ ખામી આવી નથી સામે
દેશમાં જ્યારે પણ રસ્તાઓ બનાવવામાં આવે છે, ત્યારે સામાન્ય કપચી અને ડામરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હીરાનગરી તરીકે પ્રખ્યાત સુરતમાં એક ડગલું આગળ વધીને સ્ટીલનો રોડ તૈયાર કરાયો છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં આ સ્ટીલનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. ૩૦ ટકા થિકનેસ સાથે તૈયાર કરાયેલા રોડમાં હજી સુધી કોઈ ખામી જણાઈ નથી. માનવામાં આવે છે કે આ સ્ટીલ રોડના કારણે ચોમાસામાં અહીં રસ્તા ખરાબ નહીં થાય.
કેમ ખાસ છે સ્ટીલ રોડ ?
મહત્વનું છે કે આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે. જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ સ્પોન્સર કર્યો છે. હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ તૈયાર કરાવી તેને આ રોડ નિર્માણમાં સફળતાપૂર્વક વાપરવામાં આવ્યું છે. હરાજીમાં નિર્માણ પામેલા રોડની વાત કરીએ તો આ રોડ 1.2 કિલોમીટર લાંબો છે અને 6 લેન ડીવાઈડેડ કેરેજ વે રોડ છે. રોડના નિર્માણ માટે 100 ટકા પ્રોસેસ સ્ટીલ અને 100 ટકા સબસ્ટિટ્યૂટ નેચરલ એગ્રીગેટ વાપરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છે.
મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ રોડ તૈયાર કરાયો છે અને આ રોડમાં હજી સુધી કોઈ ખામી જણાઈ નથી. બસ આ તમામ ખુબીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ભવિષ્યમાં રોડને વધારે મજબૂત બનાવવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરીને સ્ટીલ રોડ બનાવે છે.
આ પણ વાંચો-
ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે
આ પણ વાંચો-