Ahmedabad: એક પોળનો પરિવાર ઘરમાં AC હોવા છતા નથી કરી શકતો ઉપયોગ, જાણો એવુ શું કારણ છે તેની પાછળ?
અમદાવાદની એક પોળના મકાનમાં દિવાલ પર એસી ફીટ કરવામાં આવ્યુ છે. છેલ્લા એક વર્ષથી આ એસી લગાવવામાં આવ્યુ છે. જો કે ઘરમાં એસી હોવા છતાં આ ઘરના પરિવારજનોને પંખાના સહારે આ આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
પોળ વિસ્તાર (Pol ) અમદાવાદ (Ahmedabad)ની ઓળખ ગણાય છે, પણ પોળ વિસ્તારના એક મકાનમાં લગાવેલું એસી (Air condition) હાલ ચર્ચાનો વિષય બન્યું છે. નવાઈની વાત એ છે કે આ મકાનમાં એક વર્ષ પહેલા એસી લગાવવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ એસીના માલિક એસી ચાલુ નથી કરી શક્યા.
અમદાવાદની એક પોળના મકાનમાં દિવાલ પર એસી ફીટ કરવામાં આવ્યુ છે. છેલ્લા એક વર્ષથી આ એસી લગાવવામાં આવ્યુ છે. જો કે ઘરમાં એસી હોવા છતાં આ ઘરના પરિવારજનોને પંખાના સહારે આ આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એક વર્ષ થઈ ગયુ હોવાથી એસીની વોરંટી અને ગેરન્ટી પણ પતી ગઈ છે.. એક વર્ષથી એસી હોવા છતાં તેની ઠંડી હવા આ પરિવાર નથી માણી શક્યું. જેના માટે આ પરિવાર અમદાવાદ મહાનગરપાલિકા અને ટોરેન્ટ પૉવર વચ્ચેના સંકલનના અભાવને જવાબદાર ગણી રહ્યો છે.
એસી શરૂ કરવા વીજ ભાર વધારા માટે આ સૌમિલ દેસાઈ છેલ્લા એક વર્ષથી ક્યારેક મહાનગરપાલિકા તો ક્યારેક ટોરેન્ટ પાવરની ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.. પરંતુ બંને વચ્ચે સંકલનના અભાવે કામ અટકી પડ્યું છે. કારણકે આ ઘરમાં એસી તો લગાવી દેવામાં આવ્યું છે પરંતુ એક વર્ષથી તેમાં વીજપ્રવાહનું જોડાણ નથી કરવામાં આવ્યું.
ટોરેન્ટ પાવર અને કોર્પોરેશનની લડાઇ વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી આ પરિવાર પરવાનગીના નામે ધક્કા ખાઈ રહ્યો છે. પરંતુ પરિણામ શૂન્ય આવે છે. ટોરેન્ટ પાવરમાં જે દસ્તાવેજોની જરૂર હતી તે જમા કરાવ્યા છે છતાં વીજ પ્રવાહ નથી મળી રહ્યો. ન તો કોર્પોરેશન તરફથી કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો છે ન તો ટૉરેન્ટ પાવર તરફથી યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. એસી હોવા છતાં ગરમીમાં શેકાવાનો વારો આ પરિવારને આવ્યો છે.
આ પણ વાંચો-
Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે
આ પણ વાંચો-