સુરત મનપાના કોર્પોરેટરોનો ખરડાયેલો ઇતિહાસ ! ભાજપ, કોંગ્રેસ અને AAP ના આ કોર્પોરેટરો લાંચ માંગતા અને લેતા ઝડપાઈ ચૂક્યા છે, જુઓ List

|

Sep 04, 2024 | 9:04 PM

સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર લાંચ માંગવાના કેસમાં ઝડપાયા છે જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કોર્પોરેટરો દ્વારા કોઈપણ કામ માટે લાંચ માંગવામાં આવી હોય અને ACB એ પકડી પાડ્યા હોય તેવા કિસ્સાઓ સુરતમાં જ સામે આવ્યા છે.

સુરત મનપાના કોર્પોરેટરોનો ખરડાયેલો ઇતિહાસ ! ભાજપ, કોંગ્રેસ અને AAP ના આ કોર્પોરેટરો લાંચ માંગતા અને લેતા ઝડપાઈ ચૂક્યા છે, જુઓ List

Follow us on

અત્યાર સુધી સુરત સિવાય અન્ય કોઈ મહાનગરપાલિકામાં કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા નથી. જોકે સુરતથી પણ ફક્ત આમ આદમી પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે.

થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા લાંચ માંગવામાં આવી હતી જે મામલે એસીબી દ્વારા એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા દ્વારા કોઈ કામ અંતર્ગત દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી જેના આધારે એસીબીએ એક કોર્પોરેટરની ધરપકડ કરી હતી.

જોકે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પકડાયા બાદ રાજકારણ ગરમાયું હતું અને અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા એસીબી તેમજ સરકાર પર મીલીભગત હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ તમામ આક્ષેપો વચ્ચે ખરેખર સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોનો ઇતિહાસ શું રહ્યો છે તે જાણવાનો પ્રયત્ન tv9 દ્વારા કરવામાં આવ્યો.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

ગુજરાતમાં લાંચ મામલે સુરતના કોર્પોરેટરોના અવ્વલ

એસીબી દ્વારા મળેલી માહિતી મુજબ છેલ્લા થોડા વર્ષોમાં રાજ્યભરમાંથી ફક્ત સુરતના કોર્પોરેટરો દ્વારા જ લાંચની માંગણી અથવા તો લાંચ સ્વીકારી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ભાજપના 4 કોર્પોરેટર, કોંગ્રેસના 2 કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાય છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

કિસ્સો 1

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2018માં વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર મીનાબેન રાઠોડ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.

કિસ્સો 2

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2018માં વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર નેનસી સુમરા 55 હજારની લંચ લેતા ઝડપાયા હતા.

કિસ્સો 3

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2019માં વોર્ડ નંબર 8ના ભાજપનાં કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટીના વાઇસ ચેરમેન જયંતીલાલ ભંડેરી 50000 ની લાંચ લેતા ઝડપાયા હતા.

કિસ્સો 4

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2019માં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર લીલાબેન સોનવણે 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા.

કિસ્સો 5

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2019માં વોર્ડ નંબર 18નાં કોંગ્રેસના કોર્પોરેટર કપિલાબેન પટેલ 50,000 રૂપિયાની લંચ લેતા ઝડપાયા હતા.

કિસ્સો 6

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2020માં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર સતિષભાઈ પટેલ 15,000 ની લાંચ લેતા ઝડપાયા હતા.

કિસ્સો 7

હાલમાં જ વર્ષ 2024 માં સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા તેમજ વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવાના કેસમાં ઝડપાયા છે.

કોર્પોરેટરોના ક્યાં મામલે લાંચ લેતા કે માંગતા હતા

અત્યાર સુધીમાં એસીબી દ્વારા સુરતમાં આઠ જેટલા કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. જોકે આ તમામ કોર્પોરેટરો સામાન્ય રીતે ગેરકાયદેસર બાંધકામ મામલે અથવા ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન નહિ કરવા મામલે અથવા તો રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિને નજરઅંદાજ કરવા મામલે લાંચની માંગણી કરતા હોવાનું સામે આવ્યું છે.

10 લાખની રકમની માંગણી

અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ પંદર હજાર થી પાંચ લાખ રૂપિયા સુધીની લાંચની માંગણી થઈ હોય અથવા સ્વીકારવામાં આવ્યા હોવાના કેસ થયા છે. તેમજ છેલ્લા કેસમાં 10 લાખની રકમની માંગણી થઈ હોવાનું સામે આવ્યું છે.

ACB નો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખોટા ફસાવી દેવાના આક્ષેપો

જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો 10 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ થયો હતો અને જે બાદ રાજકારણ શરૂ થયું હતું અને જેમાં એસીબી નો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખોટા ફસાવી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને પણ એસીબી દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે અને એસીબી દ્વારા અગાઉ ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટરોને પણ લાંચ કેસમાં ધરપકડ કરી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

હાલ તો જે રીતે સુરત મનપાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો પકડાયા છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. હકીકત જે હોય તે પણ રાજ્યભરમાં સુરત મનપાના કોર્પોરેટરો લાંચ લેવામાં સૌથી મોખરે હોવાનું સાબિત થયું છે જે નજરઅંદાજ કરી શકાય નહીં.

Published On - 8:38 pm, Wed, 4 September 24

Next Article