Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONA: સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક પહેલા પણ અનેક ઓર્ગેનાઇઝેશને આ સેવા શરૂ કરવા તૈયારી બતાવી છે.

CORONA: સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ
The meeting was held at the head office of Surat Municipal Corporation
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 12, 2022 | 1:52 PM

સુરત (Surat) શહેર અને જિલ્લામાં કોરોના (Corona) ના કેસો વધતા હવે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ફરી એકવાર કોમ્યુનિટી સેન્ટર (community center) શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ માટે વિવિધ જ્ઞાતિ, સમાજ અને એનજીઓ (NGO) સાથે આજે એક બેઠકનું આયોજન મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક પહેલા પણ અનેક ઓર્ગેનાઇઝેશને આ સેવા શરૂ કરવા તૈયારી બતાવી છે.

આ સંદર્ભે મેયર અને કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય સમાજોએ પણ સેન્ટર શરૂ કરવા તૈયારી શરૂ કરી છે. પહેલી અને બીજી લહેર દરમ્યાન અનેક કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરો (Community Isolation Centers) કરવામાં આવ્યા હતા.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

હાલ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા સામે દાખલ દર્દીની સંખ્યા ફક્ત બે થી ત્રણ ટકા છે. હોસ્પિટલોમાં અસંખ્ય બેડ ખાલી છે. પરંતુ ઘણા પરિવારમાં બે કે તેથી વધુ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે, તેથી હોમ આઇસોલેશન સેન્ટરમાં અન્યને ચેપ લાગવાની શક્યતા છે.

જેથી જો કોમ્યુનિટી સેન્ટરો શરૂ કરવામાં આવશે તો તે જે તે જ્ઞાતિના સેન્ટર હોવાથી તેમજ સમાજના ડોક્ટરો અને અન્ય તબીબી તેમજ પેરામેડિકલ સ્ટાફની મદદથી ખોરાક-પાણી તબીબી સારવાર મળી રહેશે. જે સમાજ જ્ઞાતિ પાસે પોતાના કોમ્યુનિટી હોલ કે વાડી નથી તેમને પાલીકા કોમ્યુનિટી હોલ આપે છે.

આ પણ વાંચોઃ ફેસબુક પર છોકરીનું આઈડી બનાવી સુરતના યુવકને ફસાવનાર ભાવનગરનો આરોપી પકડાયો

આ પણ વાંચોઃ Ahmedabad: બી.જે.મેડીકલ કોલેજની લેબને 24 કલાક કાર્યરત કરાઈ, કોરોના સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે કરાઇ વ્યવસ્થા

g clip-path="url(#clip0_868_265)">