સુરત મનપાનો મોટો નિર્ણય: ધાર્મિક સ્થાનો પર હવે શરુ થશે વેક્સિનેશન સેન્ટર, જાણો આયોજન
વેક્સિનેશન વધારવા માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો બીજો લઇ લીધો છે. મનપા જે વેક્સિનેશન સેન્ટર પર ઓછું વેક્સિનેશન થતું હોય તેવા સેન્ટરને ધાર્મિક સ્થાનોએ ખસેડવાનો પ્લાન કરી રહી છે.
વેક્સિનેશનની ઝડપ વધારવા માટે મહાનગરપાલિકા સતત પ્રચાર-પ્રસાર કરી રહી છે અને વેક્સિનેશન વધારવા માટે મહાનગરપાલિકાએ મહત્વનો બીજો નિર્ણય લઇ લીધો છે. જે સેન્ટર પર હવે રોજના 50 ટકાથી પણ ઓછા લોકો વેક્સિન લગાવી રહ્યા છે, તેવા સેન્ટરોને બંધ કરીને તેમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.
આ સેન્ટર એવા સ્થળે શરૂ કરવામાં આવશે જ્યાં સૌથી વધારે વસ્તી હોય અથવા તો વધારે લોકોની અવરજવર હોય. જેમાં વધારેમાં વધારે લોકોને સરળતાથી વેક્સીનેશન મળી રહે.
જી હા મહાનગરપાલિકા નવા વેક્સિનેશન સેન્ટર મંદિર, ગુરુદ્વારા અને કોમ્યુનિટી સેન્ટર પર શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે દસ-પંદર સેન્ટર એવા છે જ્યાં હજી પણ 50 થી પણ ઓછા વ્યક્તિઓ વેકસિન લઈ રહ્યા છે.
મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે જે સાઇટ પર 40-50 લોકો હવે રોજ વેકસિન લઈ રહ્યા છે. ત્યાં હવે વધારે વ્યક્તિઓએ વેકસિન લઈ લીધી છે તેવું માની શકાય. જેથી આ સેન્ટરને હવે બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.
મહાનગરપાલિકા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવા માટે વધારે વસ્તી વાળી જગ્યા પર ફોકસ કરી રહી છે. જેથી વેકસીનેશન પ્રોગ્રામમાં વધારે ઝડપ લાવી શકાય. ઓછામાં ઓછા 10 થી 15 સેન્ટર એવા છે જ્યાં હજી પણ ખૂબ ઓછા લોકો વેકસિન લગાવવા માટે આવી રહ્યા છે. તેવામાં સ્ટાફને વેક્સિનેશન સેન્ટર પર રાખવાનો કોઈ અર્થ નથી. જેથી મહાનગરપાલિકા નિર્ણય લીધો છે કે આ સેન્ટરને વધારે વસ્તી ધરાવતી જગ્યા પર ખસેડવામાં આવે.
રાજ્ય સરકારે રજીસ્ટ્રેશન અને રસીકરણ મહા અભિયાન શરૂ કરી દીધું છે. મહાનગરપાલિકા કુલ 230 સેન્ટર પર રસીકરણ કરી રહી છે, જેમાં બહુ જ ઓછા વ્યક્તિઓ આવવા પર 100 વેકસિન સેન્ટરને ઘટાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મંદિર, ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થાનો પર પણ વેકસિન સેન્ટર ઉભું કરવા મનપાનું આયોજન છે.
ગુરુવારે સુરતમાં કુલ 45121 લોકોએ સ્પોટ વેકસિન લીધી છે. જેમાં 29,726 લોકોએ પ્રથમ ડોઝ અને 15,395 લોકોએ વેકસીનનો બીજો ડોઝ લીધો છે.
આ પણ વાંચો: Surat: મોક ટેસ્ટમાં યુનિવર્સિટી ફેઈલ છતાં આવતીકાલથી ઓનલાઈન પરીક્ષાઓ, જાણો વિધ્યાર્થોની સમસ્યાઓ