AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેસબુક પર છોકરીનું આઈડી બનાવી સુરતના યુવકને ફસાવનાર ભાવનગરનો આરોપી પકડાયો

ફેસબૂક પર યુવતીના ચક્કરમાં રૂપિયા ગુમાવનારે આ જ મોડસ ઓપરેન્ડીથી ફેસબુક પર સુરતના યુવકને ફસાવી 29 હજાર પડાવ્યા હતા, પણ સાઈબર ક્રાઈમના ગુનામાં પકડી લેવાયો હતો.

ફેસબુક પર છોકરીનું આઈડી બનાવી સુરતના યુવકને ફસાવનાર ભાવનગરનો આરોપી પકડાયો
Bhavnagar accused caught in Cyber Crime to cheating on Facebook
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 7:03 PM
Share

ભાવનગર (Bhavnagar) નો યુવક ચાર મહિના પહેલા ફેસબુક પર ભોગ બન્યા બાદ તેણે રૂપિયા કમાવા માટે આ જ મોડસ  (Modus operandi) ફેસબુક (Facebook) પર છોકરીના નામે બોગસ એકાઉન્ટ બનાવી કોલબોયની નોકરી માટે જાહેરાત મુકી હતી અને સુરત (Surat) ના સરથાણામાં રહેતા રત્ન કલાકારને ફસાવી તેની પાસેથી રૂ. 29 હજાર પડાવી તેના ન્યૂડ ફોટો અને વીડિયો વાયરલ કરી દેતાં સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

સુરત શહેરના સરથાણા ખાતે 29 વર્ષીય રત્નકલાકારે સાયબર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં હતા. તેમને રૂપિયાની સખત જરૂર હતી. દરમિયાન ગત 28 નવેમ્બરે ફેસબુક પર ઓનલાઈન જોબ સર્ચ કરતાં હતા. ત્યારે જીનલ મહેતા નામનું એકાઉન્ટ જોતાં તેમાં કોલબોયની જોબની જાહેરાત વાંચી હતી. જેમાં એક છોકરીએ 5 હજાર રૂપિયા મળશે તેવી જાહેરાત લખી હતી.

તેમાં આપેલા નંબર પર મેસેજ કરતાં મુકેશ શર્મા નામે ઓળખ આપી હતી. તેમણે 6 મહિના નોકરી કરવી હોય તો 1000 અને એક વર્ષ નોકરી કરવી હોય તો 2 હજાર ભરવા કહ્યું હતું. આથી તેમણે ગુગલ પે ઉપર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેણે સ્વેતા નામની છોકરીનો નંબર આપ્યો હતો.

સ્વેતાએ વોટસએપ કરીને પોતે વડોદરા હોવાનું અને સુરતમાં હોટલ બુક કરાવવાની છે, પરંતુ તેના પિતાનું એપરેશન હોવાથી દવાખાને લઈ જાઉ છું એટલે હોટલ બુકિંગના 6 હજાર ટ્રાન્સફર કરાવી દો તેમ કહ્યું હતુ. બાદમાં તેની પાસેથી ધીમે ધીમે 29 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી થઈ હતી.

આ વચ્ચે એકવાર રત્નકલાકાર પાસે ન્યૂડ ફોટો અને વીડિયો માંગતા રત્નકલાકારે તે મોકલી આપ્યો હતો. આ ફોટો- વીડિયો બાદમાં રત્નકલાકારના સંબંધીઓને વાયરલ કરી દીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી આરોપી ભીમાભાઈ ઉર્ફે ભીમો રાજુભાઈ ભંમરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Surat: સોનાના વેપારીને ચાકુ બતાવી થયેલી 1.63 કરોડની લુંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 3 આરોપીને કરી ધરપકડ

આ પણ વાંચોઃ Bhanvnagar : કોરોનાના વધતાં કેસ વચ્ચે તંત્ર એલર્ટ, શરૂ કરી આ તૈયારીઓ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">