Breaking News: સુરતના બારડોલીમાં ગોઝારો અકસ્માત, ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા 6 લોકોના મોત, લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો પરિવાર

Surat બારડોલી નજીક ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. કારમાં સવાર પરિવાર લગ્નાંથી ઘરે પરત ફરી રહ્યો હતો તે સમયે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 3 મહિલા, એક પુરુષ, 1 બાળકી અને એક બાળક સહિત 6 લોકોના મોત થયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે

Breaking News: સુરતના બારડોલીમાં ગોઝારો અકસ્માત, ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા 6 લોકોના મોત, લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો પરિવાર
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 06, 2023 | 5:33 PM

સુરત જિલ્લાના બારડોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા હોવાની માહિતી સામે હાલ સામે આવી રહી છે. અકસ્માતમાં કારનો કક્ચરધાણ વળી ગયો હતો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બમરોલી નજીક ગમખ્વાર અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે મોત

સુરત શહેર અને જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. બારડોલીના બમરોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભુક્કો બોલી ગયો હતો બીજી તરફ આ ઘટનામાં 3 મહિલા, એક પુરુષ, 1 બાળકી અને એક બાળક સહિત 6 લોકોના મોત થયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતું હોવાની માહિતી સામે આવી રહી છે. બીજી તરફ પરિવાર તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો. દરમ્યાન તેઓની કાર ડમ્પર સાથે અથડાઈ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Breaking News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા

મૃતદેહોને પીએમ અર્થે મોકલાયા

અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતદેહોનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરાઈ છે. આ તરફ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરી તેમના સ્વજનોને જાણ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">