Breaking News : સુરતના 70 રત્નકલાકારો હોસ્પિટલમાં દાખલ, પાણીમાં ઝેરી દવા ભેળવી લોકોનો જીવ લેવાનો પ્રયાસ ! જુઓ Video
સુરતના મિલેનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી અનુભ જેમ્સ કંપનીમાં કામ કરતા 70 જેટલા રત્નકારીગરોને ઝેરી દવાના કારણે બીમાર થયા છે. કંપનીના પાણીના ટાંકામાં "સેલ્ફોસ" નામની કીટનાશક દવા મળી આવી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મીલેનિયમ કોમ્પ્લેક્સમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી “અનભ જેમ્સ” કંપનીમાં કામ કરતા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કંપનીમાં લગભગ 100 કારીગર કામ કરતા હોય, તેમામાંથી 70ને તબિયત લથડતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામની હાલત હાલ સ્થિર હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
માનવ શરીર માટે અત્યંત હાનિકારક દવા
પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીના પીવાના પાણીના ટાંકા/ફિલ્ટર પ્લાન્ટમાં કોઈ અસામાજિક તત્વે “સેલ્ફોસ” નામની ઝેરી દવા નાખી દીધી હતી. સેલ્ફોસ સામાન્ય રીતે અનાજને જીવાતથી બચાવવા માટે વપરાતી કીટનાશક દવા છે, પરંતુ માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે. કારીગરોની તબિયત બગડતા તાત્કાલિક કંપનીના માલિકને જાણ કરવામાં આવી હતી અને તેમને તુરંત હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
આરોપી સામે IPC મુજબ કાયદેસર પગલાં લેવાશે
મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી દોષિત વ્યક્તિઓ સુધી પહોંચવામાં સહાય મળી શકે. ડીસીપી આલોક કુમારના જણાવ્યા અનુસાર આરોપી સામે IPC મુજબ કાયદેસર પગલાં લેવામાં આવશે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સુરક્ષા અને સફાઈ વ્યવસ્થા અંગે ઘોર બેદરકારી ભારે પડી શકે છે. આવી ઘટનાની પુનરાવૃત્તિ અટકાવવી તાત્કાલિક જરૂર બની ગઈ છે.