સુરતમાં દારુ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કિમીયો, PCBએ લાખોનો દારુ ઝડપ્યો, જાણો કઇ રીતે લવાતો હતો દારુ

સુરત (Surat) પીસીબી પોલીસના પીઆઇ એસ આર સુવેરા દ્વારા સૂચના કરતા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક મહિન્દ્રા પીકઅપ ગાડીમાં કેટલાક ઈસમો દારૂનો જથ્થો ભરીને લાવ્યા છે

સુરતમાં દારુ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કિમીયો, PCBએ  લાખોનો દારુ ઝડપ્યો, જાણો કઇ રીતે લવાતો હતો દારુ
સુરતમાંથી ઝડપાયો લાખો રુપિયાનો દારુ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 08, 2023 | 1:11 PM

આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવચા હોય છે. ત્યારે સુરતમાં પણ આવો જ એક બુટલેગરનો નવો કિમીયો સામે આવ્યો છે. સુરત શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો પીકઅપ વાનમાં દારુ ભરીને લાવી રહ્યા હતા, ત્યારે આવા જ એક કીમિયાનો સુરત પીસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે લાખો રુપિયાનો દારુનો જથ્થો ઝડપી લીધો છે.

પોલીસે બાતમીના આધારે કરી હતી કારની તપાસ

સુરત પીસીબી પોલીસના પીઆઇ એસ આર સુવેરા દ્વારા સૂચના કરતા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક મહિન્દ્રા પીકઅપ ગાડીમાં કેટલાક ઈસમો દારૂનો જથ્થો ભરીને લાવ્યા છે અને તે ગાડી અડાજણ આનંદ મહલ રોડ સ્થિત શ્રીજી આર્કેડની સામે આવેલા એસ.એમ.સી. ટેનામેન્ટ પાસે ઉભી છે. બાતમીના આધારે પીસીબી પોલીસે દરોડો પાડી 28 વર્ષના હર્ષ ભરતભાઇ ઠક્કર, 25 વર્ષના સરોજ ઉર્ફે છોટુ લલ્લન યાદવ, 21 વર્ષના ઝાલારામ બાબુલાલ બિસ્નોઇને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા ગાડી ચેક કરતા પહેલા પોલીસને કાંઈ મળ્યું ન હતું, પણ બાદમાં પોલીસ દ્વારા ગાડીમાં પડેલા કેરબા ચેક કરતા આખો મામલો સામે આવ્યો હતો.

લાખો રુપિયાનો દારુ ઝડપાયો

સુરત PCB પોલીસે ગાડીમાં તપાસ કરતા લોડીંગના ભાગે ચોર ખાના બનાવી તેમજ પ્લાસ્ટિકના કેનમાં સંતાડી રાખેલો 1.97 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, 3 લાખની કિંમતની પીકઅપ ગાડી, 75 હજારની કિમતના 5 મોબાઈલ, અંગઝડતીના રોકડા રૂપિયા 1,750 મળી કુલ 5.74 લાખની મત્તા કબજે કરી હતી. આ ઘટનામાં પોલીસે સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો મોકલનાર તેમજ સુરતમાં દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોણ કોણ વોન્ટેડ જાહેર કરાયા

  • સુરેશ બિસ્નોઈ
  • મુકેશ મોહનલાલ સુથાર
  • રામજીભાઈ ઘનશ્યામભાઈ રંગાણી
  • યશ મહેશભાઈ પરમાર
  • હેમંત આહીર

આમ આરોપીઓ પોલીસની નજરથી બચવા પ્લાસ્ટિકના કેનની અંદર તથા પીકઅપ ગાડીમાં ચોર ખાના બનાવી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">