Bardoli : એક જ મહિનામાં ચોરીના 40 બનાવ, પોલીસનો પનો ટૂંકો પડ્યો હોય તેમ સ્થાનિકો સાથે શરૂ કર્યા મીટિંગોના દોર

પોલીસ (Police ) દ્વારા આ મિટિંગમાં સ્થાનિક રહીશોએ આવી ઘટનાઓ બનતી અટકાવવા કેવી તકેદારીઓ રાખવી તે બાબતે માહિતી આપી હતી.

Bardoli : એક જ મહિનામાં ચોરીના 40 બનાવ, પોલીસનો પનો ટૂંકો પડ્યો હોય તેમ સ્થાનિકો સાથે શરૂ કર્યા મીટિંગોના દોર
Bardoli Police held meetings with locals (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 9:18 AM

બારડોલી (Bardoli ) નગર અને તાલુકામાં તસ્કરો (Thief ) બેફામ બની ગયા હોય તેમ રોજ જ ઘરફોડ ચોરીઓના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. ગઈકાલે પણ તેનરોડ પર આવેલ સનસીટી સોસાયટીમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા. અને લૂંટારુઓ દ્વારા 5 જેટલા ઘરોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બારડોલી પોલીસનો ઘાટ ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો થયો છે. છેલ્લા એક મહિનામાં 40 થી વધુ ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા બાદ પોલીસ હવે મોડે મોડે સફાળી જાગી છે.

પોલીસે શરૂ કર્યો મીટિંગોનો દોર :

બારડોલી પોલીસે ખેતરાડી વિસ્તાર નજીક તેમજ રેલવે ટ્રેક નજીક આવેલી સોસાયટીઓમાં સ્થાનિકો સાથે મિટિંગોનો દોર શરૂ કર્યો છે. પોલીસ દ્વારા ગુનેગારોને પકડવા પનો ટૂંકો પડતો હોય તેમ સોસાયટીના રહીશોએ રાખવાની તકેદારી બાબતે દ્વારા સાવચેતી રાખવા કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

એક જ મહિનામાં 40 થી વધુ ચોરીના બનાવ :

બારડોલીમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ નગર અને તાલુકાના ગામોમાં છેલ્લા 1 મહિનામાં 40 થી વધુ ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અને ચોરી તેમજ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા છે. જેને પગલે પોલીસ એક્શનમા આવી છે અને હવે મોડે મોડે જાગીને નગર તેમજ તાલુકાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર બેરીકેટ મૂકી રાત્રી દરમિયાન પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્ય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તો બીજી તરફ તસ્કરો હજી પણ પંથકના ખેતરાડી તેમજ રેલવે ટ્રેક નજીક આવેલ સોસાયટીઓને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસે આસપાસ આવેલી તમામ સોસાયટીઓનાં રહીશો સાથે આવી ઘટનાઓને બનતી રોકવા માટે મિટિંગનો દોર શરૂ કર્યો છે.

લોકોને આપ્યા આ સૂચનો :

પોલીસ દ્વારા આ મિટિંગમાં સ્થાનિક રહીશોએ આવી ઘટનાઓ બનતી અટકાવવા કેવી તકેદારીઓ  રાખવી તે બાબતે માહિતી આપી હતી. તસ્કરો આસાનીથી દીવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશી ન શકે તે માટે સોસાયટીની આસપાસની દીવાલ ઊંચી કરવા માટે દીવાલની અજુબાજુ તારનું ફેન્સીંગ કરવા જણાવાયું હતું. તેમજ સોસાયટીમાં રાખવામાં આવતા વોચમેનો યુવાન રાખવા માટે પણ સૂચન આપવામાં આવ્યું હતું.

જેથી રાત્રી દરમિયાન તસ્કરો સોસાયટીમાં આવે તો વોચમેન દોડીને એક છેડેથી બીજા છેડે પહોંચી જાય. આ ઉપરાંત ઘરની આસપાસ કઇ પણ ચહલ પહલ કે અજુગતું લાગે તો તાત્કાલિક ઘરની તમામ લાઈટો ચાલુ કરી આસપાસનાં લોકોને બૂમો પાડીને તાત્કાલિક સજાગ કરવા અને પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. તે સિવાય સોસાયટીમાં લગાવાયેલા તમામ CCTV કેમેરાઓ ચાલુ રાખવા જેવા અન્ય સૂચનો પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને આપવામાં આવ્યા હતા.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">