રાજ્યમાં 3 મહાનગરમાં 6 નવી ટીપી સ્કીમને અપાઈ મંજૂરી, સુરતની 4 અને અમદાવાદ-ભાવનગરની એક-એક ટીપી સ્કીમ મંજૂર

TP SCHEME: રાજ્યમાં નવી ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે, જેમાં 3 મહાનગરોમાં 6 નવી ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે. જેમાં સુરત મહાનગરની 3 અને સુડાની 1, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાની -1 અને ભાવનગરની 1 પ્રિલીમિનરી ટીપી સ્કીમને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

રાજ્યમાં 3 મહાનગરમાં 6 નવી ટીપી સ્કીમને અપાઈ મંજૂરી, સુરતની 4 અને અમદાવાદ-ભાવનગરની એક-એક ટીપી સ્કીમ મંજૂર
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:05 PM

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવવા ત્રણ મહાનગરોમાં 6 નવી ટીપી સ્કીમ (New TP Scheme)ને મંજૂરી આપી છે. જેમાં સુરત(Surat)માં મહાનગરપાલિકામાં 3 અને સુડાની એક ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં એક ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે. જ્યારે ભાવનગરમાં એક પ્રિલીમિનરી ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રીએ કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. જેમાં સુરત, અમદાવાદ (Ahmedabad), ભાવનગર સહિત બાવળાની 1 ડ્રાફ્ટ ટીપીનો પણ સમાવેશ થાય છે. જેમાં બાવળામાં 54.88 હેક્ટર જમીન પર વિકાસ કામો કરવામાં આવશે.

આ સાત ટીપી સ્કીમ અંતર્ગત રાજ્યમાં 26 હજાર જેટલા EWS આવાસોનું નિર્માણ કરવામાં આવશે. સુરતની જો વાત કરીએ તો ટીપી સ્કીમ નંબર 27 ભટાર- મજૂરા, સ્કીમ નંબર 51માં ડભોલી અને સ્કીમ નંબર 50માં વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ – સુડાની પ્રારંભિક ટી.પી. સ્કીમ નંબર 85માં સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે.

સુરતમાં ત્રણ નવી ટીપી સ્કીમ અંતર્ગત 64.49 હેક્ટર જમીન ઉપલબ્ધ થશે

સુરતની આ ત્રણ પ્રારંભિક ટીપી સ્કીમ મંજૂર થતા બાગ-બગીચાઓ, રમત-ગમતના મેદાન માટે કુલ 8.94 હેક્ટર્સ જમીન મળશે. ઉપરાંત જાહેર સુવિધાના કામો માટે 16.96 હેક્ટર જમીન ઉપલબ્ધ થશે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોના નિર્માણ માટે 8.57 હેક્ટર જમીન પર 7600 જેટલા આવાસોનું નિર્માણ થઈ શકશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમદાવાદમાં નવી ટીપી અન્વયે 19.68 હેક્ટર્સ જમીન મળશે

અમદાવાદની મંજૂર થયેલી ટીપી સ્કીમ અન્વયે 81 લાંભા- લક્ષ્મીપુરા-1માં કુલ 19.68 હેક્ટર જમીન મળશે. જેમાં આંતર માળખાકીય સુવિધાઓને પહોંચી વળવા વેચાણ માટે અંદાજે 8.05 હેક્ટર જમીન મળશે. ઉપરાંત બાગ-બગીચા અને રમતગમતના મેદાન માટે 3.12 હેક્ટર્સ જમીન અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે 2700 જેટલા આવાસોના નિર્માણ માટે 3.01 હેક્ટર્સ જમીન મળશે.

ભાવનગરમાં મંજૂર થયેલી અધેવાડા ટીપી અંતર્ગત 11.32 હેક્ટર જમીન મળશે

ભાવનગરની જો વાત કરીએ તો મહાનગરપાલિકાના ટીપી સ્કીમ 7 અધેવાડાને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ મંજૂર થવાથી કુલ 11.32 હેક્ટર જમીન મળશે, જેમાં બાગ બગીચા, રમતગમતના મેદાન સહિત ખુલ્લી જગ્યા માટે 1.57 હેક્ટર્સમાં જાહેર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેમજ 2.81 હેક્ટર તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવા વેચાણના હેતુ માટે 4.57 હેક્ટર જમીન મળશે. ઉપરાંત અધેવાડામાં 2.94 હેક્ટર જમીન પર 2600 EWS આવાસોના બાંધકામ કામે પણ જમીન મળશે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">