AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં છૂટાછેડાનું નક્કી થયા બાદ સસરાએ ઠાલવ્યો રોષ, 50 લાખ અને ફ્લેટની માગ કરી જમાઈનું ઘર સળગાવ્યુ

મહિલાના પિતાએ વધુ પૈસાની લાલચે જમાઈ પાસેથી 50 લાખ અને વેસુ વિસ્તારમા ટુ BHK ફ્લેટની માગણી કરતા યુવકે ના પાડી હતી. જેથી મહિલાના પિતાએ યુવકના માતા પિતા અને ભાઈ ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર સળગાવી દીધું હતું.

સુરતમાં છૂટાછેડાનું નક્કી થયા બાદ સસરાએ ઠાલવ્યો રોષ, 50 લાખ અને ફ્લેટની માગ કરી જમાઈનું ઘર સળગાવ્યુ
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 09, 2023 | 2:13 PM
Share

Surat : સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક પરિવારના દંપતિ વચ્ચે કલેશ ઉત્પન્ન થતા અંતે મહિલાએ પોતાના પતિ પાસે છૂટાછેડા (Divorce) માગ્યા હતા. યુવકે મહિલાને છૂટાછેડામાં 30 લાખ રૂપિયા આપવાનું કહ્યુ હતું. જો કે મહિલાએ વધુ માગણી કર્યા બાદ મહિલા 45 લાખ રૂપિયા લેવા માટે માની ગઈ હતી. જોકે મહિલાના પિતાએ વધુ પૈસાની લાલચે જમાઈ પાસેથી 50 લાખ અને વેસુ વિસ્તારમા 2 BHK ફ્લેટની માગણી કરતા યુવકે ના પાડી હતી. જેથી મહિલાના પિતાએ યુવકના માતા પિતા અને ભાઈ ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર સળગાવી દીધું હતું. સમગ્ર બનાવવામાં પોલીસે (Surat police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અટકાયતી પગલા લીધા છે.

આ પણ વાંચો-Breaking News: ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભા સંબોધશે

સુરતના ડીંડોલી વિસ્તારના વૃંદાવન રો હાઉસ ખાતે રહેતા યુવકના થોડા દિવસથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બંને પક્ષે છૂટાછેડા આપી દેવાની વાત નક્કી થઈ હતી. જેમાં યુવતીને યુવકે છૂટાછેડામાં 30 લાખ આપવાની વાત કરી હતી. જોકે યુવતીએ 45 લાખ રૂપિયા માગ્યા હતા અને યુવક એ આપવા તૈયાર પણ થઈ ગયો હતો.

જો કે બાદમાં યુવતીનો પિતા વધુ પૈસાની લાલચમાં જમાઈને હેરાન પરેશાન કરતા હતા. સાથે જ ધમકીઓ પણ આપતા હતા. યુવતી ના પિતા 50 લાખ રૂપિયા અને વેસુ વિસ્તારમાં એક ફ્લેટની માગ કરતા હતા. જેથી અંતે યુવકે કંટાળી જઈ તેના સસરાને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાની ના પાડી હતી.

જમાઈએ રૂપિયાની અને ફ્લેટની ઘસીને ના પાડી દીધી હોવાથી ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈના ઘરે જઈને જ્વલનશીલ પદાર્થ છાંટીને ઘર સળગાવી મૂક્યું હતું. જેથી ઘરમાં મુકેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ, એક બુલેટ ગાડી, એક મોપેડ ગાડી, પાવર સપ્લાય માટેનું ઇન્વર્ટર અને બે એસી જેવો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો.

સોસાયટીના લોકોએ ઘટના અંગે યુવકને જાણ કરી હતી. જેથી યુવક પોતાના ઘરે પહોંચી ફાયર વિભાગને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા યુવતીના પિતાને ત્યાંથી પકડી લાવી હતી.અંતે યુવકની ફરિયાદ લઈ યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">