એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ : સુરતમાં 18 પ્રોજેક્ટને મંજૂરી, મકાન ખરીદનારને 2.67 લાખ સુધીની સબસિડી મળશે

એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ સુરતમાં (Surat )રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા 37 ખાનગી પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે ખાનગી બિલ્ડર્સ જૂથો અને વિકાસકર્તાઓને પણ સરકાર દ્વારા પોસાય તેવા મકાનો અને દુકાનો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ : સુરતમાં 18 પ્રોજેક્ટને મંજૂરી, મકાન ખરીદનારને 2.67 લાખ સુધીની સબસિડી મળશે
Affordable housing scheme(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:42 AM

રાજ્ય સરકાર દ્વારા મધ્યમ વર્ગના (Middle Class ) લોકોનું પણ ઘરના (House ) ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ (Affordable Housing Scheme) ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સરકાર સામાન્ય જનતાને રાહત આપી રહી છે, સાથે જ આ યોજના હેઠળ પ્રોજેક્ટ બનાવનારા બિલ્ડરોને પણ લાભ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે બિલ્ડર જૂથો એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ પ્રોજેક્ટના બાંધકામ માટે સ્પર્ધા કરી રહ્યા છે. આ આવાસ યોજના હેઠળ માત્ર માર્ચ મહિનામાં જ સુરતમાં 18 અને અમદાવાદમાં રેકોર્ડ 107 પ્રોજેક્ટ છે. જેને મહાનગરપાલિકાઓએ મંજૂરી આપી છે.

એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ 90 ચો.મી.થી ઓછા ફ્લેટ અથવા કોમર્શિયલ બાંધકામ કરવામાં આવે છે. તો ખરીદનારને સરકાર વતી હોમ લોનમાં રૂ. 2.67 લાખની સબસિડી આપવામાં આવે છે, તો બિલ્ડરોને પણ આવકવેરાની કલમ 80 (i) (b) હેઠળ આવકવેરામાં રાહત આપવામાં આવે છે. આ યોજનાનો 31 માર્ચ 2022નો અંત આવી રહ્યો હતો ત્યારે બિલ્ડરોના જૂથ વચ્ચે પ્રોજેક્ટને મંજૂરી મળે તે માટે પડાપડી થઈ રહી હતી. સુરત મહાનગર પાલિકામાં એક માસ દરમિયાન 18 પ્રોજેક્ટની ફાઈલો મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 750 કરોડના ખર્ચે મકાનો, ફ્લેટ અને દુકાનો સહિત કુલ 2950 એકમોનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ રેકોર્ડ 107 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. માર્ચ મહિનાના અંત પહેલા, વધુને વધુ બિલ્ડરો અને વિકાસકર્તાઓ આ યોજના હેઠળ પ્રોજેક્ટના બાંધકામ માટે આગળ આવ્યા, તેથી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. તેની અસર એ જોવા મળી હતી કે મોટી સંખ્યામાં બિલ્ડરોના જૂથો અને ડેવલપર્સે પ્રોજેક્ટની મંજૂરી માટે ફાઇલો રાખી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગયા વર્ષે સુરતમાં 37 ખાનગી પ્રોજેક્ટ મંજુર

એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ સુરતમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા 37 ખાનગી પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે ખાનગી બિલ્ડર્સ જૂથો અને વિકાસકર્તાઓને પણ સરકાર દ્વારા પોસાય તેવા મકાનો અને દુકાનો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ગયા નાણાકીય વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ 37 ખાનગી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 920 ખાનગી પ્રોજેક્ટ્સની ફાઇલોને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો :

Number 1 : સ્માર્ટ સીટી ડાયનેમિક રેન્કિંગમાં સુરત પ્રથમ નંબરે, અમદાવાદ છઠ્ઠા નંબરે

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ હડતાલ પાડતાં અમરનાથ યાત્રિકો અટવાઈ ગયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">