સુરત સિવિલ હોસ્પિટલની મહિલા કર્મચારીએ લગાવી મોતની છલાંગ, આપઘાતનું કારણ અકબંધ
સુરતમાં (Surat) કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી મહિલાએ સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે. ઘટનાને પગલે સિવિલના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારી દ્વારા આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી મહિલાએ સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે. ઘટનાને પગલે સિવિલના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાને પગલે ખટોદરા પોલીસમાં જાણ કરાતા પોલીસની ઘટના સ્થળે પહોંચી હતી.જોકે મહિલાના આપઘાત પાછળ કોઈ કારણ જાણવા મળ્યું ન હતું.
આ પણ વાંચો-Gujarati Video : સુરતમાં નકલી GST અધિકારીઓએ વેપારી પાસેથી પડાવ્યા લાખો રૂપિયા, એકની અટકાયત
સિવિલ હોસ્પિટલમાં મહિલા કર્મચારીનો આપઘાત
સુરતમાં રોજે રોજ આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક આવો બનાવ બન્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલની મહિલા સર્વન્ટ દ્વારા આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી મહિલા સર્વન્ટ તરીકે કામ કરતી તારાબેન સોલંકી નામની મહિલાએ ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. મહિલા કર્મચારી તારાબેન સોલંકી કોન્ટ્રાક્ટ બેઝ પર સર્વન્ટનું કામ કરી રહી હતી. ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં આવેલી જૂની સિવિલની બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કર્યો હતો. મહિલાએ ચોથા માળેથી કૂદીને મોતને વહાલુ કર્યું છે.
મહિલાના આપઘાતથી કર્મચારીઓમાં ચિંતામાં
સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી તારાબેનના આપઘાતને લઈ સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઇ છે. તારાબેને ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કરતા સિવિલના ડોક્ટરો અને કર્મચારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. મહિલા કર્મીના આપઘાતને લઈ સિવિલના અન્ય કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર, કર્મચારીઓ અને ડોક્ટરો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
સમગ્ર ઘટના અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઇ ખટોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ ખાતે ખસેડ્યો છે, મહિલાએ આ આપઘાત કયા કારણોસર કર્યો તે જાણી શકાયું ન હતું. હાલ ખટોદરા પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…