Gujarati Video : સુરતમાં નકલી GST અધિકારીઓએ વેપારી પાસેથી પડાવ્યા લાખો રૂપિયા, એકની અટકાયત

સુરતમાં ચણિયાચોળીના વેપારી પાસેથી નકલી GST અધિકારીઓ લાખો રૂપિયા પડાવીને રફુચક્કર થઈ ગયાની ઘટના સામે આવી છે. અસલી અધિકારીએ ખાનગી લોકો સાથે મળી આ કાવતરુ ઘડ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 1:32 PM

સુરતમાં ચણિયાચોળીના વેપારી પાસેથી નકલી GST અધિકારીઓ લાખો રૂપિયા પડાવીને રફુચક્કર થઈ ગયાની ઘટના સામે આવી છે. GST અધિકારીએ પોતાના ખાનગી માણસોને સાથે નકલી રેડ પાડી હતી. જોકે તેનો ભાંડો ફૂટતાં અંતે પકડાઈ ગયા હતા. આ ઘટના સુરતના જૂના બોમ્બે માર્કેટમાં બની છે.

આ પણ વાંચો : Surat: સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના કેસમાં 8 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી

GST અધિકારી રાકેશ શર્મા પોતાના 2 માણસોને લઈ ચણિયાચોળીના વેપારીને ત્યાં રેડ કરવા પહોંચ્યા હતા. તેમની નકલી રેડ સફળ પણ થઈ હતી. GSTમાં રૂપિયા 80 લાખનો તફાવત દર્શાવીને સેટલમેન્ટ કર્યું હતુ. રૂપિયા 45 લાખ માગીને રૂપિયા 12 લાખમાં સમાધાન કર્યુ હતુ. તેઓ 12 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે વેપારીને હકીકતની ખબર પડતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વરાછા પોલીસે રાકેશ શર્માની અટકાયત કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર રેડ કરી હતી.

સુરતમાં GST કૌભાંડ

આ અગાઉ સુરતમાં 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુરત ઇકો સેલે આરોપી મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. ત્યારે હવે GST વિભાગની DGGI ટીમે લાજપોર જેલમાંથી આરોપી મુર્શીદ આલમનો કબ્જો મેળવી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું

મહત્વનું છે કે એક હજાર જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જેમાં ફાઈવ સ્ટાર કંપનીના નામે મોટાપાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી બોગસ પેઢી થકી 88 કરોડનો ઈનવોઈસ કરવામાં આવ્યો હતો, જ્યારે કે 15.88 કરોડની ITC પણ મેળવી લીધી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">