SURAT: વેસુ હિટ એન્ડ રન કેસ, અતુલ વેકરીયાએ દારુ પિને ઉડાવ્યા હતા બાઈક ચાલકને

સુરતના (Surat) વેસુ વિસ્તારમાં થોડા દિવસ દિવસ પહેલા અતુલ બેકરીના માલીક એ હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 31, 2021 | 8:21 AM

સુરતના (Surat) વેસુ વિસ્તારમાં થોડા દિવસ દિવસ પહેલા અતુલ બેકરીના માલીક એ હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જી હતી. જેમાં મૃતક યુવતી બારડોલી તાલુકાની હતી. જો કે યુવતીના પરિવારજનોએ આરોપી અતુલ વેકારીયા સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

સુરતના (Surat)ઉધના મગદલ્લા રોડ પર બેફામ હંકારી જતા કાર ચાલક અતુલ બેકરીનો મલિક અતુલ વેકારીયા એ બે બાઇક નવા ઉડાવ્યા હતા. જેમાં ઉર્વશી મનુભાઈ ચૌધરી નામની યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે ઘટના સ્થળે ભેગા થયેલા લોક કાર ચાલક અતુલ વેકારીયાને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.અકસ્માત સર્જનાર અતુલ વેકરિયા જામીન પર છૂટી પણ ગયો. હતો. આ મામલે જોઈન્ટ સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવ્યા હતા.

આ બાદ અતુલનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાનું પુરવાર થયું હતું. તો સાથે જ અતુલ વેકરિયાના રિપોર્ટમાં દારૂ પીધો હોવાની વાત સ્પષ્ટ થઇ હતી. આ બાદ અતુલ વેકરીયા સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કલમ 185 પણ ઉમેરવામાં આવશે. હવે 185ની કલમનો ઉમેરો FIRમાં થતા તેની જામીન રદ થશે અને પોલીસે તેની ધરપકડ કરવી પડશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">