સુરત: ઉતરાયણમાં આકાશમાં જોવા મળશે 24 ફૂટનો વિશાળકાય પતંગ, બનાવવામાં લાગ્યો આટલો સમય

|

Jan 06, 2020 | 8:26 AM

ઉત્તરાયણમાં સુરતમાં જે માહોલ બને છે તે ગુજરાતના કોઈ શહેરમાં બનતો નથી. ઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઈમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે. પરંતુ આ વખતે સુરતમાં બનેલો સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા પતંગોના પેચ કાપશે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું […]

સુરત: ઉતરાયણમાં આકાશમાં જોવા મળશે 24 ફૂટનો વિશાળકાય પતંગ, બનાવવામાં લાગ્યો આટલો સમય

Follow us on

ઉત્તરાયણમાં સુરતમાં જે માહોલ બને છે તે ગુજરાતના કોઈ શહેરમાં બનતો નથી. ઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઈમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે. પરંતુ આ વખતે સુરતમાં બનેલો સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા પતંગોના પેચ કાપશે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

સુરતમાં રહેતા અજય રાણા છેલ્લા 10 વર્ષથી મોટા પતંગ બનાવી રહ્યા છે. તેઓ 4 ફૂટથી લઈને 10 ફૂટ સુધીના મોટા પતંગ બનાવતા આવ્યા છે. ત્યારે ગયા વર્ષે તેમણે 18 ફૂટનો પતંગ બનાવ્યો હતો અને આ વર્ષે તેમણે પતંગ રસિકની ડિમાન્ડને લઈને 24 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. 24 ફૂટના આ પતંગમાં તેમણે ‘બેટી બચાવો’ અને ‘સ્વચ્છ ભારત’નો સંદેશો પણ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પતંગ બનાવવા માટે તેમણે 4 લોકોની મદદ લીધી છે અને આ પતંગ બનાવતા તેમને 6 દિવસનો સમય લાગ્યો છે. વિશેષ દોરીની મદદથી આ પતંગ ઉડાવવામાં આવશે અને તેને ઉડાવવા માટે 4 વ્યક્તિઓની જરૂર પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અજય રાણા પાસે આવા બીજા પતંગ પણ છે. જેની કિંમત 500 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની થવા જાય છે. આમ, સુરતના આકાશમાં આ વખતે ઉડનારો આ મોટો પતંગ બીજા બધા નાના પતંગોના પેચ કાપી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:56 am, Sun, 5 January 20

Next Article