Surat : ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા ખજોદના કચરાના ડુંગરને સમયસર હટાવવો બનશે એક પડકાર

ઓગસ્ટમાં ડાયમંડ બુર્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. તે સમયે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2021માં થવાની શક્યતા હતી. ત્યારે મહાનગરપાલિકાએ માયોમાઈનીંગનું કામ કરતા કોન્ટ્રાક્ટરને નવેમ્બર સુધીમાં બાયો માઈનીંગનું કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું

Surat : ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા ખજોદના કચરાના ડુંગરને સમયસર હટાવવો બનશે એક પડકાર
Dumping site at khajod
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 1:05 PM

જાન્યુઆરી 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ઉદઘાટન આડે માત્ર એકથી દોઢ માસ જેટલો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં ડાયમંડ બુર્સમાં બ્લેક ટિકેડ ડિસ્પોઝલ સાઈટમાં જમા થયેલા કચરાને જમીનને ભરીને બાયો માઈનીંગની કામગીરી ઝડપી કરવામાં આવી છે. કારણ કે હાલમાં દરરોજ 4.5 થી 5 હજાર મેટ્રિક ટન કચરો બાયોમાઈનિંગ થઈ રહ્યો છે.

મ્યુનિસિપલ અધિકારીના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહથી 7.5 હજાર મેટ્રિક ટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે દરરોજ 7.5 હજાર મેટ્રિક ટન કચરાનું બાયોમાઇનિંગ કરવામાં આવશે, તો પણ એક મહિનામાં 2.10 થી 2.30 લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવશે. એટલે કે હજુ પણ લગભગ 50 મેટ્રિક ટન કચરાનો પહાડ રહેશે. જો કે, 7 થી 7.5 લાખ મેટ્રિક ટન વેસ્ટ બાયો-માઈનિંગ કરવું એક મોટો પડકાર રહેશે.

પહેલી નવેમ્બર ટાર્ગેટ ઓગસ્ટમાં ડાયમંડ બુર્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. તે સમયે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2021માં થવાની શક્યતા હતી. ત્યારે મહાનગરપાલિકાએ માયોમાઈનીંગનું કામ કરતા કોન્ટ્રાક્ટરને નવેમ્બર સુધીમાં બાયો માઈનીંગનું કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. પરંતુ તે પૂર્ણ કરી શક્યો નહીં. લગભગ 80 ટકા કામ કર્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં, 3.5 લાખ મેટ્રિક ટન બાયોમાઇનિંગનો બીજો કોન્ટ્રાક્ટ રૂ. 31 કરોડમાં આપવામાં આવ્યો હતો. જો કે, આ કામ સમયસર પૂર્ણ કરવું એ એક મોટો પડકાર છે. મહાનગર પાલિકા પણ કોન્ટ્રાક્ટર પર દબાણ કરી રહી છે. તો બીજી તરફ આ જ હીરાના વેપારીઓ પણ કચરાનો ડુંગર હટાવવા માટે સતત માંગ કરી રહ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હાલ પણ આખા શહેરોનો કચરો ખજોદ સાઈટ પર જ નાંખવામાં આવે છે  ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર બાયોમાઇનિંગના કામમાં જોડાયેલા અધિકારીનું કહેવું છે કે 31 ડિસેમ્બર સુધી કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. શહેરમાંથી જે પણ નવો કચરો આ સાઈટ પર આવી રહ્યો છે. તે કચરાને રીસાઇકલ કરીને તેમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. જુના કચરાનું બાયોમાઇનિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો, અય્યર, સાહા અને અશ્વિને મુશ્કેલ સ્થિતીમાં ચલાવ્યુ બેટ, ઇન્ડીયાનો દાવ ડિકલેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">